મને સપનાં શાનાં આવે? - Mane Sapanan Shanan Ave? - Gujarati

મને સપનાં શાનાં આવે?

મને સપનાં શાનાં આવે?
મને સપનાં શાનાં આવે?

નથી ડોલતી આંબાડાળી
નથી ડોલતો મોર
હૈયાસૂનાં માનવી સૂતાં, તાણી નિંદર સોડ
રે મારું હૈયું ડામાડોળ
રે મને સપનાં શાનાં આવે?

માઝમ રાતે અધઘેરેલી આંખે, નિંદર આવે
ત્યાં તો પેલું સ્વપ્નું આવી, એની યાદ જગાવે
રે મને નિંદર વેરણ લાગે
રે મને સપનાં શાનાં આવે?

અનંગ રંગભરેલું હૈયું આજે પળ પળ ઝંખે
વ્હાલાના વિયોગે આજે, રાતલડી દિન લાગે
ત્યારે સ્વપ્નાં શાનાં આવે?
રે મને સપનાં શાનાં આવે?


मने सपनां शानां आवे?

मने सपनां शानां आवे?
मने सपनां शानां आवे?

नथी डोलती आंबाडाळी
नथी डोलतो मोर
हैयासूनां मानवी सूतां, ताणी निंदर सोड
रे मारुं हैयुं डामाडोळ
रे मने सपनां शानां आवे?

माझम राते अधघेरेली आंखे, निंदर आवे
त्यां तो पेलुं स्वप्नुं आवी, एनी याद जगावे
रे मने निंदर वेरण लागे
रे मने सपनां शानां आवे?

अनंग रंगभरेलुं हैयुं आजे पळ पळ झंखे
व्हालाना वियोगे आजे, रातलडी दिन लागे
त्यारे स्वप्नां शानां आवे?
रे मने सपनां शानां आवे?


Mane Sapanan Shanan Ave?

Mane sapanan shanan ave? Mane sapanan shanan ave?

Nathi dolati anbadali
Nathi dolato mora
Haiyasunan manavi sutan, tani nindar soda
Re marun haiyun damadola
Re mane sapanan shanan ave?

Mazam rate adhaghereli ankhe, nindar ave
Tyan to pelun svapnun avi, eni yad jagave
Re mane nindar veran lage
Re mane sapanan shanan ave?

Ananga rangabharelun haiyun aje pal pal zankhe
Vhalana viyoge aje, rataladi din lage
Tyare svapnan shanan ave? Re mane sapanan shanan ave?


Mane sapanān shānān āve?

Mane sapanān shānān āve? Mane sapanān shānān āve?

Nathī ḍolatī ānbāḍāḷī
Nathī ḍolato mora
Haiyāsūnān mānavī sūtān, tāṇī nindar soḍa
Re mārun haiyun ḍāmāḍoḷa
Re mane sapanān shānān āve?

Māzam rāte adhagherelī ānkhe, nindar āve
Tyān to pelun svapnun āvī, enī yād jagāve
Re mane nindar veraṇ lāge
Re mane sapanān shānān āve?

Ananga rangabharelun haiyun āje paḷ paḷ zankhe
Vhālānā viyoge āje, rātalaḍī din lāge
Tyāre svapnān shānān āve? Re mane sapanān shānān āve?


Source : સ્વરઃ ગીતા રોય
ગીતઃ પ્રાણવલ્લભ ભટ્ટ
સંગીતઃ ઈન્દુકુમાર પારેખ
ચિત્રપટઃ કન્યાદાન (૧૯૫૧)