મારી નવરંગી વાડીમાં કેવડો મ્હેકિયો રે લોલ - Mari Navrangi Vaadima Kevado Mahekyo Re Lol - Gujarati & English Lyrics

મારી નવરંગી વાડીમાં કેવડો મ્હેકિયો રે લોલ
ઠાકોર કેવડો લેતા જાવ કે આગળ નૈ મળે રે લોલ !

આવ્યા ચોમાસાના દા’ડા, લાગે દોયલા રે લોલ
ભેળી ચમ્બર છતરી લેશું, ચોમાસું શું કરે રે લોલ !

આવ્યા શિયાળાના દા’ડા, લાગે દોયલા રે લોલ
ભેળાં રેશમી ગાદલાં લેશું, શિયાળો શું કરે રે લોલ

આવ્યા ઉનાળાના દા’ડા, લાગે દોયલા રે લોલ
ભેળા મીણીયા માફા લેશું, ઉનાળો શું કરે રે લોલ !

Mari Navrangi Vaadima Kevado Mahekyo Re Lol

Mari navarangi vadiman kevado mhekiyo re lol
Thakor kevado let jav ke agal nai male re lol !

Avya chomasan da’da, lage doyal re lol
Bheli chambar chhatari leshun, chomasun shun kare re lol !

Avya shiyalan da’da, lage doyal re lol
Bhelan reshami gadalan leshun, shiyalo shun kare re lol

Avya unalan da’da, lage doyal re lol
Bhel miniya maf leshun, unalo shun kare re lol !