મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ - Mārī Sherīethī Kānakunvar Avatān Re Lola - Lyrics

મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ

મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ
મુખેથી મોરલી બજાવતા રે લોલ
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢ્યાનાં અંબર વીસરી રે લોલ

     હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ
     ઈંઢોણી ને પાટલી  વીસરી  રે લોલ
     સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
     નવલે સુથારે  ઘડી  પીંજણી  રે લોલ

મેં તો ધોળો ને ધમળો બે જોડિયા રે લોલ
જઈને અમરાપરમાં છોડિયા રે લોલ
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો માન્યું કે હરિ આંહીં વસે રે લોલ

     મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ
     તાંબાળુ ત્રાંસમાં  ટાઢો  કર્યો  રે લોલ
     હું તો જમવા બેઠીને જીવણ સાંભર્યા રે લોલ
     કંઠેથી  કોળીયો  ન  ઊતર્યો  રે લોલ

મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ
કોળીયો ભરાવું જમણા હાથનો રે લોલ
હું તો ગોંદરે તે ગાવડી છોડતી રે લોલ
ચારેય દશ્યે નજર ફેરતી રે લોલ

     એક છેટેથી છેલવરને દેખિયા રે લોલ
     હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ
     મારી ઘેલી સાસુ ને ઘેલા સાસરા રે લોલ
     ગાયું  વરાંહે  દોયાં વાછરાં રે લોલ

મને ધાનડિયાં નથી ભાવતાં રે લોલ
મોતડિયાં નથી આવતાં રે લોલ
મને હીંચકતાં નવ તૂટ્યો હીંચકો રે લોલ
નાનાંથી કાં ન પાયાં વખડાં રે લોલ

      મારી માતા તે મૂરખ માવડી રે લોલ
      ઉઝેરીને શીદ કરી આવડી રે લોલ
      મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ
      મુખેથી  મોરલી  બજાવતા  રે લોલ

Mārī Sherīethī Kānakunvar Avatān Re Lola

Mārī sherīethī kānakunvar āvatān re lol
Mukhethī moralī bajāvatā re lol
Hun to zabakīne jovā nīsarī re lol
Oḍhyānān anbar vīsarī re lol

     hun to pāṇīḍānne mase jovā nīsarī re lola
     īnḍhoṇī ne pāṭalī  vīsarī  re lola
     sāg re sīsamanī mārī velaḍī re lola
     navale suthāre  ghaḍī  pīnjaṇī  re lola

Men to dhoḷo ne dhamaḷo be joḍiyā re lol
Jaīne amarāparamān chhoḍiyā re lol
Amarāparanā te chokamān dīvā baḷe re lol
Men to mānyun ke hari ānhīn vase re lol

     men to dūdh ne sākarano shīro karyo re lola
     tānbāḷu trānsamān  ṭāḍho  karyo  re lola
     hun to jamavā beṭhīne jīvaṇ sānbharyā re lola
     kanṭhethī  koḷīyo  n  ūtaryo  re lola

Mane koī re dekhāḍo dīnānāthane re lol
Koḷīyo bharāvun jamaṇā hāthano re lol
Hun to gondare te gāvaḍī chhoḍatī re lol
Chāreya dashye najar feratī re lol

     ek chheṭethī chhelavarane dekhiyā re lola
     harine dekhīne ghūnghaṭ kholiyā re lola
     mārī ghelī sāsu ne ghelā sāsarā re lola
     gāyun  varānhe  doyān vāchharān re lola

Mane dhānaḍiyān nathī bhāvatān re lol
Motaḍiyān nathī āvatān re lol
Mane hīnchakatān nav tūṭyo hīnchako re lol
Nānānthī kān n pāyān vakhaḍān re lol

      mārī mātā te mūrakh māvaḍī re lola
      uzerīne shīd karī āvaḍī re lola
      mārī sherīethī kānakunvar āvatān re lola
      mukhethī  moralī  bajāvatā  re lola

Source: Mavjibhai