મારું જીવન - Marun Jivana - Lyrics

મારું જીવન

મારું જીવન એ જ મારી વાણી
બીજું એ તો ઝાકળ પાણી

મારા શબ્દો ભલે નાશ પામો
કાળ ઉદર માંહી વિરામો
મારું જીવન એ જ મારી વાણી

મારા કૃત્ય બોલી રહે તો ય
જગે કેવળ સત્યનો જય

મારો એ જ ટકો આચાર
જેમાં સત્યનો જયજયકાર
મારું જીવન એ જ મારી વાણી

સત્ય ટકો છો જાય આ દાસ
સત્ય એ જ હો છેલ્લો શ્વાસ
એને રાખવાનું કોણ બાંધી
એને મળી રહેશે એના ગાંધી

જન્મી પામવો મુક્ત સ્વદેશ
મારું જીવન એ જ સંદેશ

મારું જીવન એ જ મારી વાણી

-ઉમાશંકર જોશી


Marun Jivana

Marun jivan e j mari vani
Bijun e to zakal pani

Mar shabdo bhale nash pamo
Kal udar manhi viramo
Marun jivan e j mari vani

Mar krutya boli rahe to ya
Jage keval satyano jaya

Maro e j ṭako achara
Jeman satyano jayajayakara
Marun jivan e j mari vani

Satya ṭako chho jaya a dasa
Satya e j ho chhello shvasa
Ene rakhavanun kon bandhi
Ene mali raheshe en gandhi

Janmi pamavo mukṭa swadesha
Marun jivan e j sandesha

Marun jivan e j mari vani

-Umashankar Joshi