મુંબઈની લોકલમાં - Munbaini Lokalaman - Lyrics

મુંબઈની લોકલમાં

કેવી ભીડ!
ને છતાંય કોઈને ન એની પીડ!
એક ધ્યેય: વ્હેલું પ્હોંચી જાવું ઘેર.
શિકારમાં સવારથી જ નીકળેલ
(વિશાળ આ અરણ્ય જેવું શ્હેર)
નાનું મોટું મ્હેનતે મળેલ
તે લઈ ગુફા મહીં ગરી જવું
જીવતા પુગ્યા: ખુદાની મ્હેર!

ખભેખભા ટિચાય
સુવાળું અંગ અંગથી દબાય!
કોઈનો ય સ્પર્શ
રે જગાડતો ન રોમહર્ષ!
કોઈ મૂક, કોઈ ગાય,
અચૂક તે છતાં બધાનું ધ્યાન કે
મુકામ ના પસાર થઈ જાય!

રોજની જ દોડધામ
દોડતા જવું શિકાર શોધવા
દોડવું ગુફા મહીં ગરી જવા
(સંસ્કૃતિ? વિકાસ… !)
એના એ જ રામ!
(સંસ્કૃતિ ૧૯૫૯)

-જયંત પાઠક


Munbaini Lokalaman

Kevi bhida! Ne chhatanya koine n eni pida! Ek dhyeya:
vhelun phonchi javun ghera. Shikaraman savarathi j nikalela
(vishal a aranya jevun shhera)
Nanun motun mhenate malela
Te lai guf mahin gari javun
Jivat pugya: khudani mhera!

Khabhekhabh tichaya
Suvalun anga angathi dabaya! Koino ya sparsha
Re jagadato n romaharsha! Koi muka, koi gaya,
Achuk te chhatan badhanun dhyan ke
Mukam n pasar thai jaya!

Rojani j dodadhama
Dodat javun shikar shodhava
Dodavun guf mahin gari java
(sanskruti? Vikasa… !)
En e j rama!
(sanskruti 1959)

-Jayanṭa Paṭhaka