ન આવ્યું આંખ માં આંસું, વ્યથાએ લાજ રાખી છે - Na Aavyu Aakh Ma Aansu, Vyathae Laj Rakhi Chhe - Lyrics

ન આવ્યું આંખ માં આંસું, વ્યથાએ લાજ રાખી છે

ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.
તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.
ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.
પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.
– કૈલાસ પંડિત


Na Aavyu Aakh Ma Aansu, Vyathae Laj Rakhi Chhe

N āvyun ānkhamān ānsun, vyathāe lāj rākhī chhe. Davānī gai asar tyāre, duvāe lāj rākhī chhe. Tarasanun mān jaḷavāi gayun, tārā vachan līdhe,
Samayasar ābhathī vikharī, ghaṭāe lāj rākhī chhe. Ghaṇun sārun thayun āvyā nahi, mitro mane maḷavā,
Ajāṇe mārī hālatanī, ghaṇāne lāj rākhī chhe. Paḍī ‘kailāsa’ nā shab para, ūḍīne dhūḷ dharatīnī,
Kafan oḍhāḍīne mārī, khudāe lāj rākhī chhe.
– Kailās Panḍita