નાનકડી ઓ દીવી! - Nanakadi O Divi! - Gujarati

નાનકડી ઓ દીવી!

નાનકડી ઓ દીવી
અંધકારના અંગ ઉપર દે તેજ-થીગડું સીવી
નાનકડી ઓ દીવી

ના માગું કે રાત મહીંથી પળમાં કરી દે દિન
કે રેલાવી દે શીતળ ચાંદની રાત બનાવ રંગીન
હું તો એટલું જ કહું છું બાપુ સવાર સુધી જા જીવી
નાનકડી ઓ દીવી

છો ને ઊછળે વિશ્વ આવરી તિમિર તણા આ લોઢ
તારી તેજ આંગળીએ વળગી દેખીશ જરૂર પરોઢ
શ્રદ્ધાની અંજલિએ મારે વસમી વેદનાઓ પીવી
નાનકડી ઓ દીવી
(તા. ૧૦-૦૬-૧૯૫૪)
જયંત પલાણ

એક દીવો છડેચોક ઝળહળે!

એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે
એ તો અંધારાના સઘળા અહંકારને દળે.

હરેક ચીજને એ આપે સૌ સૌનું મૂળ સ્વરૂપ
આવું મોટું દાન કરે તો પણ એ રહેતો ચૂપ.

પોતાને ના કૈં જ અપેક્ષા અન્ય કાજ બસ બળે
એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે

અંધકારમાં સામે લડવાની વિદ્યા ક્યાંથી મળી?
કિયા ગુરુની કૃપા થકી આ રીત તપસ્યા ફળી?

હે દીવા, એ શાશ્વત પળ તું પ્રકટે છે જે પળે
એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે
-રમેશ પારેખ

હે દીવા! તને પ્રણામ…

હે દીવા! તને પ્રણામ…
અંધારામાં કરતો તું તો સૂર્ય-ચંન્દ્રનું કામ
હે દીવા! તને પ્રણામ…

તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ!
પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં - આગળ ધપ,
ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ.
હે દીવા! તને પ્રણામ…

જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત,
હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત!
તું બુઝાય તે સાથ બુઝાઈ જાતી ચીજ તમામ
હે દીવા! તને પ્રણામ…


नानकडी ओ दीवी!

नानकडी ओ दीवी
अंधकारना अंग उपर दे तेज-थीगडुं सीवी
नानकडी ओ दीवी

ना मागुं के रात महींथी पळमां करी दे दिन
के रेलावी दे शीतळ चांदनी रात बनाव रंगीन
हुं तो एटलुं ज कहुं छुं बापु सवार सुधी जा जीवी
नानकडी ओ दीवी

छो ने ऊछळे विश्व आवरी तिमिर तणा आ लोढ
तारी तेज आंगळीए वळगी देखीश जरूर परोढ
श्रद्धानी अंजलिए मारे वसमी वेदनाओ पीवी
नानकडी ओ दीवी
(ता. १०-०६-१९५४)
जयंत पलाण

एक दीवो छडेचोक झळहळे!

एक दीवो छाती काढीने छडेचोक झळहळे
ए तो अंधाराना सघळा अहंकारने दळे.

हरेक चीजने ए आपे सौ सौनुं मूळ स्वरूप
आवुं मोटुं दान करे तो पण ए रहेतो चूप.

पोताने ना कैं ज अपेक्षा अन्य काज बस बळे
एक दीवो छाती काढीने छडेचोक झळहळे

अंधकारमां सामे लडवानी विद्या क्यांथी मळी?
किया गुरुनी कृपा थकी आ रीत तपस्या फळी?

हे दीवा, ए शाश्वत पळ तुं प्रकटे छे जे पळे
एक दीवो छाती काढीने छडेचोक झळहळे
-रमेश पारेख

हे दीवा! तने प्रणाम…

हे दीवा! तने प्रणाम…
अंधारामां करतो तुं तो सूर्य-चंन्द्रनुं काम
हे दीवा! तने प्रणाम…

तारां मूठीक किरणोनुं केवुं अलगारी तप!
पथभूल्याने प्राण पाईने कहेतां - आगळ धप,
गति हशे पगमां तो मळशे कदीक धार्युं धाम.
हे दीवा! तने प्रणाम…

जात प्रजाळीने झूझवानुं तें राख्युं छे व्रत,
हे दीवा! तुं टके त्यां सुधी टके दृष्टिनुं सत!
तुं बुझाय ते साथ बुझाई जाती चीज तमाम
हे दीवा! तने प्रणाम…


Nanakadi O Divi!

Nanakadi o divi
Andhakarana anga upar de teja-thigadun sivi
nanakadi o divi

Na magun ke rat mahinthi palaman kari de dina
Ke relavi de shital chandani rat banav rangina
Hun to etalun j kahun chhun bapu savar sudhi ja jivi
nanakadi o divi

Chho ne uchhale vishva avari timir tana a lodha
Tari tej angalie valagi dekhish jarur parodha
Shraddhani anjalie mare vasami vedanao pivi
nanakadi o divi
(ta. 10-06-1954)
Jayanta palana

Ek divo chhadechok zalahale!

Ek divo chhati kadhine chhadechok zalahale
E to andharana saghala ahankarane dale.

Harek chijane e ape sau saunun mul svarupa
Avun motun dan kare to pan e raheto chupa.

Potane na kain j apeksha anya kaj bas bale
Ek divo chhati kadhine chhadechok zalahale

Andhakaraman same ladavani vidya kyanthi mali? Kiya guruni krupa thaki a rit tapasya fali?

He diva, e shashvat pal tun prakate chhe je pale
Ek divo chhati kadhine chhadechok zalahale
-ramesh parekha

He diva! Tane pranama…

He diva! Tane pranama…
Andharaman karato tun to surya-channdranun kama
He diva! Tane pranama…

Taran muthik kiranonun kevun alagari tapa! Pathabhulyane pran paine kahetan - agal dhapa,
Gati hashe pagaman to malashe kadik dharyun dhama. He diva! Tane pranama…

Jat prajaline zuzavanun ten rakhyun chhe vrata,
He diva! tun take tyan sudhi take drushtinun sata! Tun buzaya te sath buzai jati chij tamama
He diva! Tane pranama…


Nānakaḍī o dīvī!

Nānakaḍī o dīvī
Andhakāranā anga upar de teja-thīgaḍun sīvī
nānakaḍī o dīvī

Nā māgun ke rāt mahīnthī paḷamān karī de dina
Ke relāvī de shītaḷ chāndanī rāt banāv rangīna
Hun to eṭalun j kahun chhun bāpu savār sudhī jā jīvī
nānakaḍī o dīvī

Chho ne ūchhaḷe vishva āvarī timir taṇā ā loḍha
Tārī tej āngaḷīe vaḷagī dekhīsh jarūr paroḍha
Shraddhānī anjalie māre vasamī vedanāo pīvī
nānakaḍī o dīvī
(tā. 10-06-1954)
Jayanta palāṇa

Ek dīvo chhaḍechok zaḷahaḷe!

Ek dīvo chhātī kāḍhīne chhaḍechok zaḷahaḷe
E to andhārānā saghaḷā ahankārane daḷe.

Harek chījane e āpe sau saunun mūḷ svarūpa
Āvun moṭun dān kare to paṇ e raheto chūpa.

Potāne nā kain j apekṣhā anya kāj bas baḷe
Ek dīvo chhātī kāḍhīne chhaḍechok zaḷahaḷe

Andhakāramān sāme laḍavānī vidyā kyānthī maḷī? Kiyā gurunī kṛupā thakī ā rīt tapasyā faḷī?

He dīvā, e shāshvat paḷ tun prakaṭe chhe je paḷe
Ek dīvo chhātī kāḍhīne chhaḍechok zaḷahaḷe
-ramesh pārekha

He dīvā! Tane praṇāma…

He dīvā! Tane praṇāma…
Andhārāmān karato tun to sūrya-channdranun kāma
He dīvā! Tane praṇāma…

Tārān mūṭhīk kiraṇonun kevun alagārī tapa! Pathabhūlyāne prāṇ pāīne kahetān - āgaḷ dhapa,
Gati hashe pagamān to maḷashe kadīk dhāryun dhāma. He dīvā! Tane praṇāma…

Jāt prajāḷīne zūzavānun ten rākhyun chhe vrata,
He dīvā! tun ṭake tyān sudhī ṭake dṛuṣhṭinun sata! Tun buzāya te sāth buzāī jātī chīj tamāma
He dīvā! Tane praṇāma…


Source : રમેશ પારેખ