નવજાત શિશુને
તું પારિજાત સમ કોમલ સ્નિગ્ધ રમ્ય
ઝુલાવતું સુરભિની લહરી ઉરે શી!
આ માંડમાંડ ખૂલતી દ્ગથી મને તું
કેવી કરે નજરકેદ–સ્વયમ્ ન જાણું!
આ મુઠ્ઠી જે હજી ય પૂરી ખૂલી શકે ના
તે માંહ્ય મારું ઉર શી રીત ગોપવી દે?
એ કૂમળા કર કંઈ પકડી શકે ના,
તેનોય પાશ અણદીઠ મને વીંટી લે.
ને આ ગુલાલ સમ પાની અડી ન ભોમે
તેને પદેપદ ઘૂમે ગતિ સર્વ મારી.
તેં તો હજી જરીક રશ્મિ નિહાળ્યું આભે
ત્યાં તું અહો કઈ રીતે બહલાવી દે
મારા નભે ઊમટતો નવ રશ્મિપુંજ?
(ક્ષેપક)
કે’ને ભલા મુજ સજીવસાકાર ઉર્મિકુંજ?
नवजात शिशुने
तुं पारिजात सम कोमल स्निग्ध रम्य
झुलावतुं सुरभिनी लहरी उरे शी!
आ मांडमांड खूलती द्गथी मने तुं
केवी करे नजरकेद–स्वयम् न जाणुं!
आ मुठ्ठी जे हजी य पूरी खूली शके ना
ते मांह्य मारुं उर शी रीत गोपवी दे?
ए कूमळा कर कंई पकडी शके ना,
तेनोय पाश अणदीठ मने वींटी ले.
ने आ गुलाल सम पानी अडी न भोमे
तेने पदेपद घूमे गति सर्व मारी.
तें तो हजी जरीक रश्मि निहाळ्युं आभे
त्यां तुं अहो कई रीते बहलावी दे
मारा नभे ऊमटतो नव रश्मिपुंज?
(क्षेपक)
के’ने भला मुज सजीवसाकार उर्मिकुंज?
Navajat Shishune
Tun parijat sam komal snigda ramya
Zulavatun surabhini lahari ure shi!
A mandamanda khulati dgathi mane tun
Kevi kare najarakeda-svayam n janun!
A muththi je haji ya puri khuli shake na
Te manhya marun ur shi rit gopavi de?
E kumala kar kani pakadi shake na,
Tenoya pash anadith mane vinti le.
Ne a gulal sam pani adi n bhome
Tene padepad ghume gati sarva mari.
Ten to haji jarik rashmi nihalyun abhe
Tyan tun aho kai rite bahalavi de
Mara nabhe umatato nav rashmipunja?
(kshepaka)
Ke’ne bhala muj sajivasakar urmikunja?
Navajāt shishune
Tun pārijāt sam komal snigḍa ramya
Zulāvatun surabhinī laharī ure shī!
Ā mānḍamānḍa khūlatī dgathī mane tun
Kevī kare najarakeda–svayam n jāṇun!
Ā muṭhṭhī je hajī ya pūrī khūlī shake nā
Te mānhya mārun ur shī rīt gopavī de?
E kūmaḷā kar kanī pakaḍī shake nā,
Tenoya pāsh aṇadīṭh mane vīnṭī le.
Ne ā gulāl sam pānī aḍī n bhome
Tene padepad ghūme gati sarva mārī.
Ten to hajī jarīk rashmi nihāḷyun ābhe
Tyān tun aho kaī rīte bahalāvī de
Mārā nabhe ūmaṭato nav rashmipunja?
(kṣhepaka)
Ke’ne bhalā muj sajīvasākār urmikunja?
Source : ગીતા પરીખ