નવજાત શિશુને - Navajat Shishune - Lyrics

નવજાત શિશુને

તું પારિજાત સમ કોમલ સ્નિગ્ધ રમ્ય
ઝુલાવતું સુરભિની લહરી ઉરે શી!

આ માંડમાંડ ખૂલતી દૃગથી મને તું
કેવી કરે નજરકેદ – સ્વયમ્ ન જાણું!

આ મુઠ્ઠી જે હજી ય પૂરી ખૂલી શકે ના
તે માંહ્ય મારું ઉર શી રીત ગોપવી દે?

એ કૂમળા કર કંઈ પકડી શકે ના,
તેનોય પાશ અણદીઠ મને વીંટી લે.

ને આ ગુલાલ સમ પાની અડી ન ભોમે
તેને પદેપદ ઘૂમે ગતિ સર્વ મારી.

તેં તો હજી જરીક રશ્મિ નિહાળ્યું આભે
ત્યાં તું અહો કઈ રીતે બહલાવી દે

મારા નભે ઊમટતો નવ રશ્મિપુંજ?
(ક્ષેપક)
કે’ને ભલા મુજ સજીવ-સાકાર ઉર્મિકુંજ?

-ગીતા પરીખ

Navajat Shishune

Tun parijat sam komal snigdha ramya
Zulavatun surabhini lahari ure shi!

A mandamanda khulati drugathi mane tun
Kevi kare najaraked – swayam n janun!

A muththi je haji ya puri khuli shake na
Te manhya marun ur shi rit gopavi de?

E kumal kar kani pakadi shake na,
Tenoya pash anadith mane vinti le.

Ne a gulal sam pani adi n bhome
Tene padepad ghume gati sarva mari.

Ten to haji jarik rashmi nihalyun abhe
Tyan tun aho kai rite bahalavi de

Mar nabhe umaṭato nav rashmipunja?
(kshepaka)
Ke’ne bhal muj sajiva-sakar urmikunja?

-git parikha

Source: Mavjibhai