નવાં કલેવર ધરો, હંસલા! - Navan Kalevar Dharo, Hansala! - Lyrics

નવાં કલેવર ધરો, હંસલા!

નવાં કલેવર ધરો, હંસલા! નવાં કલેવર ધરો,
ભગવી કંથા ગઈ ગંધાઈ, સાફ ચદરિયા ધરો
હંસલા! નવાં કલેવર ધરો.

મોતી તણો તેં ચારો માની ચણિયાં વિખનાં ફળો,
કણ સાટે છો ચુગો કાંકરી, કૂડના બી નવ ચરો
હંસલા ! નવાં કલેવર ધરો.

ગગન તારલે અડવા ઊડતાં પૃથ્વીથીય ટળ્યો;
ઘૂમો સીમાડા આભ તણા, પણ ધરણી નવ પરહરો
હંસલા! નવાં કલેવર ધરો.

અધુઘડી આંખે જોયું તે સૌ પુરણ દીઠું કાં ગણો?
આપણાં દીઠાં અસત ઘણેરાં, નીરખ્યાનો શો બરો!
હંસલા! નવાં કલેવર ધરો.

રાત પડી તેને પરોઢ સમજી ભ્રમિત બા’ર નીસર્યો
હવે હિંમતમાં રહો જી રુદિયા! અનહદમાં સંચરો
હંસલા! નવાં કલેવર ધરો.

-ઝવેરચંદ મેઘાણી


Navan Kalevar Dharo, Hansala!

Navan kalevar dharo, hansala! navan kalevar dharo,
Bhagavi kantha gai gandhai, saf chadariya dharo
Hansala! Navan kalevar dharo.

Moti tano ten charo mani chaniyan vikhanan falo,
Kan sate chho chugo kankari, kudan bi nav charo
Hansal ! Navan kalevar dharo.

Gagan tarale adav udatan pruthvithiya ṭalyo;
Ghumo simad abh tana, pan dharani nav paraharo
Hansala! Navan kalevar dharo.

Adhughadi ankhe joyun te sau puran dithun kan gano? Apanan dithan asat ghaneran, nirakhyano sho baro! Hansala! Navan kalevar dharo.

Rat padi tene parodh samaji bhramit ba’r nisaryo
Have hinmataman raho ji rudiya! anahadaman sancharo
Hansala! Navan kalevar dharo.

-Zaverachanda Meghani