નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલા થી - Navo Mārag Me Kandaryo Hato Khud Mara Pagala Thi - Lyrics

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાથી

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.
હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
રદીફને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.
કદી તેં હાંક મારી’તી ઘણા વર્ષો થયા તો પણ,
હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.
ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.
– ખલીલ ધનતેજવી


Navo Mārag Me Kandaryo Hato Khud Mara Pagala Thi

Navo mārag men kanḍāryo hato khud mārā pagalāthī,
Ghaṇī pagadanḍīo fūṭī pachhī to e j rastāthī. Hashe, mārī gazalamān kyānka andhārun hashe to paṇa,
Ghaṇā mitroe saḷagāvyo chhe dīvo mārā dīvāthī. Radīfane kāfiyā sāthe gajabanī leṇādeṇī chhe,
Mane fāvī gayun chhe vāt karavānun sahajatāthī. Kadī ten hānka mārī’tī ghaṇā varṣho thayā to paṇa,
Hajī gūnjun chhun ghummaṭ jem hun enā j paḍaghāthī. Khalīla, ā mahefilomān kāl hun āvun ke nā āvun,
Farak shun paḍashe koīnā ahīn hovā nā hovāthī.
– Khalīl Dhanatejavī