નેણ પરોવી જરા નીરખી લે - Nen Parovi Jara Nirakhi Le - Gujarati

નેણ પરોવી જરા નીરખી લે

ઓ નાવલિયા રે નેણ પરોવી જરા નીરખી લે મારે અંતરિયે
ઓ રૂપરસીલી નેણ પરોવું ત્યાં તો ઘેન ચડે મારે અંતરિયે
ઓ નાવલિયા…

આવડી શી ઘેલી તારી આંખમાં સાગર નેહનો સમાય
આવડી શી ઘેલી તારી આંખમાં

રૂપલી પૂનમને દેખી પાસમાં છોળે છોળે એ છલકાય
રૂપલી પૂનમને દેખી પાસમાં સરતી ગઈ સાગરે એ પૂનમ

ઓ રૂપરસીલી નેણ પરોવું ત્યાં તો ઘેન ચડે મારે અંતરિયે
ઓ નાવલિયા…

ઝૂલતું જોબનિયું ઝૂમે બેઉનું આમન સામન ઝોલા ખાયે
હેતને હિલોળે તારી સંગમાં જો ને આયખું લહેરાયે
લહેરે ભીનું આ જીવન એ જીવન

ઓ નાવલિયા રે નેણ પરોવી જરા નીરખી લે મારે અંતરિયે
ઓ રૂપરસીલી… ઓ નાવલિયા રે…

नेण परोवी जरा नीरखी ले

ओ नावलिया रे नेण परोवी जरा नीरखी ले मारे अंतरिये
ओ रूपरसीली नेण परोवुं त्यां तो घेन चडे मारे अंतरिये
ओ नावलिया…

आवडी शी घेली तारी आंखमां सागर नेहनो समाय
आवडी शी घेली तारी आंखमां

रूपली पूनमने देखी पासमां छोळे छोळे ए छलकाय
रूपली पूनमने देखी पासमां सरती गई सागरे ए पूनम

ओ रूपरसीली नेण परोवुं त्यां तो घेन चडे मारे अंतरिये
ओ नावलिया…

झूलतुं जोबनियुं झूमे बेउनुं आमन सामन झोला खाये
हेतने हिलोळे तारी संगमां जो ने आयखुं लहेराये
लहेरे भीनुं आ जीवन ए जीवन

ओ नावलिया रे नेण परोवी जरा नीरखी ले मारे अंतरिये
ओ रूपरसीली… ओ नावलिया रे…

Nen Parovi Jara Nirakhi Le

O navaliya re nen parovi jara nirakhi le mare antariye
O ruparasili nen parovun tyan to ghen chade mare antariye
O navaliya…

Avadi shi gheli tari ankhaman sagar nehano samaya
Avadi shi gheli tari ankhaman

Rupali punamane dekhi pasaman chhole chhole e chhalakaya
Rupali punamane dekhi pasaman sarati gai sagare e punama

O ruparasili nen parovun tyan to ghen chade mare antariye
O navaliya…

Zulatun jobaniyun zume beunun aman saman zola khaye
Hetane hilole tari sangaman jo ne ayakhun laheraye
Lahere bhinun a jivan e jivana

O navaliya re nen parovi jara nirakhi le mare antariye
O ruparasili… o navaliya re…

Neṇ parovī jarā nīrakhī le

O nāvaliyā re neṇ parovī jarā nīrakhī le māre antariye
O rūparasīlī neṇ parovun tyān to ghen chaḍe māre antariye
O nāvaliyā…

Āvaḍī shī ghelī tārī ānkhamān sāgar nehano samāya
Āvaḍī shī ghelī tārī ānkhamān

Rūpalī pūnamane dekhī pāsamān chhoḷe chhoḷe e chhalakāya
Rūpalī pūnamane dekhī pāsamān saratī gaī sāgare e pūnama

O rūparasīlī neṇ parovun tyān to ghen chaḍe māre antariye
O nāvaliyā…

Zūlatun jobaniyun zūme beunun āman sāman zolā khāye
Hetane hiloḷe tārī sangamān jo ne āyakhun laherāye
Lahere bhīnun ā jīvan e jīvana

O nāvaliyā re neṇ parovī jarā nīrakhī le māre antariye
O rūparasīlī… o nāvaliyā re…

Source : સ્વરઃ લતા મંગેશકર અને મહમદ રફી
ગીતઃ ભાસ્કર વોરા
સંગીતઃ દિલીપ ધોળકીયા
ચિત્રપટઃ સત્યવાન સાવિત્રી (૧૯૬૩)