નિત નિત નવા પ્રપંચો માણસ અહીં કરે છે - Nit Nit Nava Prapancho Manas Ahi Kare Chhe - Lyrics

નિત નિત નવા પ્રપંચો માણસ અહીં કરે છે

નિત નિત નવા પ્રપંચો માણસ અહીં કરે છે,
ઈશ્વરને માનનારા ઈશ્વરને છેતરે છે.
વસ્તીનો આ વધારો ભરખી જશે જગતને,
પોતાનો નાશ લોકો પોતે જ નોતરે છે.
માનવસ્વભાવ એવા વિકૃત થઈ ગયા છે,
ફૂલોની છે જરૂરત કાંટાઓ પાથરે છે.
મસ્જિદ ને મંદિરોમાંયે સ્વાર્થ સાધવા છે,
દેખાવ દંભ કરવાને પ્રાર્થના કરે છે.
દોલતની ભૂખ માટે છે દોડધામ આજે,
જ્યાં જ્યાં નજર પડે ત્યાં સ્વાર્થ વિસ્તરે છે.
દિલના દયાળુઓ પણ નિષ્ઠુર થઈ ગયા છે,
આપીને રોજ જખ્મો, જખ્મોને ખોતરે છે.
પૈસો ને પાપ બન્ને ચાલે છે એક સાથે,
‘આઝાદ’ મારું હૈયું ક્યારેક થરથરે છે.
– કુતુબ આઝાદ


Nit Nit Nava Prapancho Manas Ahi Kare Chhe

Nit nit navā prapancho māṇas ahīn kare chhe,
Īshvarane mānanārā īshvarane chhetare chhe. Vastīno ā vadhāro bharakhī jashe jagatane,
Potāno nāsh loko pote j notare chhe. Mānavasvabhāv evā vikṛut thaī gayā chhe,
Fūlonī chhe jarūrat kānṭāo pāthare chhe. Masjid ne mandiromānye swārtha sādhavā chhe,
Dekhāv danbha karavāne prārthanā kare chhe. Dolatanī bhūkh māṭe chhe doḍadhām āje,
Jyān jyān najar paḍe tyān swārtha vistare chhe. Dilanā dayāḷuo paṇ niṣhṭhur thaī gayā chhe,
Āpīne roj jakhmo, jakhmone khotare chhe. Paiso ne pāp banne chāle chhe ek sāthe,
‘āzāda’ mārun haiyun kyārek tharathare chhe.
– Kutub Azāda