ઓ ગુર્જરીના સંતાનો! - O Gurjarina Santano! - Gujarati

ઓ ગુર્જરીના સંતાનો!

ઓ ગુર્જરીના સંતાનો! તાતી તલવારો તાણો!
વાદળના ઢગલા વચ્ચે કદી સૂર્ય નથી છૂપવાનો

ભાલાની શૈયા પર કાયા ઓશિકે તલવાર
હોળી કે દિવાળી તારે યુદ્ધ એ જ તહેવાર

જીવનમાં અવસર આવે છે એક વાર મરવાનો
ઓ ગુર્જરીના સંતાનો! તાતી તલવારો તાણો!
વાદળના ઢગલા વચ્ચે કદી સૂર્ય નથી છૂપવાનો

સીંધુડો ફુંકાયો રણમાં ગાજે નિશાન ડંકા
ફરસી તીર બરછી લઈ ભાલા યુદ્ધ ચડ્યા છે બંકા

તાત ભ્રાત કોઈ વૃદ્ધ માતનો છેલછબીલો નાનો
ઓ ગુર્જરીના સંતાનો! તાતી તલવારો તાણો!
વાદળના ઢગલા વચ્ચે કદી સૂર્ય નથી છૂપવાનો

ઊંચી હવેલી હાથી ઘોડા એશ હીંડોળા ખાટ
સોનું રૂપું માણેક મોતી માગે તારી માત

સરહદ પર શત્રુ આવ્યો કરી દે ખેરાત ખજાનો
ઓ ગુર્જરીના સંતાનો! તાતી તલવારો તાણો!
વાદળના ઢગલા વચ્ચે કદી સૂર્ય નથી છૂપવાનો

ओ गुर्जरीना संतानो!

ओ गुर्जरीना संतानो! ताती तलवारो ताणो!
वादळना ढगला वच्चे कदी सूर्य नथी छूपवानो

भालानी शैया पर काया ओशिके तलवार
होळी के दिवाळी तारे युद्ध ए ज तहेवार

जीवनमां अवसर आवे छे एक वार मरवानो
ओ गुर्जरीना संतानो! ताती तलवारो ताणो!
वादळना ढगला वच्चे कदी सूर्य नथी छूपवानो

सींधुडो फुंकायो रणमां गाजे निशान डंका
फरसी तीर बरछी लई भाला युद्ध चड्या छे बंका

तात भ्रात कोई वृद्ध मातनो छेलछबीलो नानो
ओ गुर्जरीना संतानो! ताती तलवारो ताणो!
वादळना ढगला वच्चे कदी सूर्य नथी छूपवानो

ऊंची हवेली हाथी घोडा एश हींडोळा खाट
सोनुं रूपुं माणेक मोती मागे तारी मात

सरहद पर शत्रु आव्यो करी दे खेरात खजानो
ओ गुर्जरीना संतानो! ताती तलवारो ताणो!
वादळना ढगला वच्चे कदी सूर्य नथी छूपवानो

O Gurjarina Santano!

O gurjarina santano! tati talavaro tano! Vadalana dhagala vachche kadi surya nathi chhupavano

Bhalani shaiya par kaya oshike talavara
Holi ke divali tare yudda e j tahevara

Jivanaman avasar ave chhe ek var maravano
O gurjarina santano! tati talavaro tano! Vadalana dhagala vachche kadi surya nathi chhupavano

Sindhudo funkayo ranaman gaje nishan danka
Farasi tir barachhi lai bhala yudda chadya chhe banka

Tat bhrat koi vrudda matano chhelachhabilo nano
O gurjarina santano! tati talavaro tano! Vadalana dhagala vachche kadi surya nathi chhupavano

Unchi haveli hathi ghoda esh hindola khata
Sonun rupun manek moti mage tari mata

Sarahad par shatru avyo kari de kherat khajano
O gurjarina santano! tati talavaro tano! Vadalana dhagala vachche kadi surya nathi chhupavano

O gurjarīnā santāno!

O gurjarīnā santāno! tātī talavāro tāṇo! Vādaḷanā ḍhagalā vachche kadī sūrya nathī chhūpavāno

Bhālānī shaiyā par kāyā oshike talavāra
Hoḷī ke divāḷī tāre yudḍa e j tahevāra

Jīvanamān avasar āve chhe ek vār maravāno
O gurjarīnā santāno! tātī talavāro tāṇo! Vādaḷanā ḍhagalā vachche kadī sūrya nathī chhūpavāno

Sīndhuḍo funkāyo raṇamān gāje nishān ḍankā
Farasī tīr barachhī laī bhālā yudḍa chaḍyā chhe bankā

Tāt bhrāt koī vṛudḍa mātano chhelachhabīlo nāno
O gurjarīnā santāno! tātī talavāro tāṇo! Vādaḷanā ḍhagalā vachche kadī sūrya nathī chhūpavāno

Ūnchī havelī hāthī ghoḍā esh hīnḍoḷā khāṭa
Sonun rūpun māṇek motī māge tārī māta

Sarahad par shatru āvyo karī de kherāt khajāno
O gurjarīnā santāno! tātī talavāro tāṇo! Vādaḷanā ḍhagalā vachche kadī sūrya nathī chhūpavāno

Source : સ્વરઃ બદરી પવાર અને સાથીદારો
ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ વનરાજ ચાવડો (૧૯૬૩)