ઓ વિધિ તારા લેખ લખ્યા નવ જાય - O Vidhi Tara Lekh Lakhya Nav Jai - Lyrics

(રાગ : ધોવા દ્યો રઘુરાય)

લેખ લખ્યા નવ જાય.
ઓ વિધિ તારા લેખ લખ્યા નવ જાય

રામ-લક્ષ્મણ ને જાનકીજી
ચૌદ વરસ વન કેમ જાય ?
ઓ વિધિ…

રામ સરીખા સ્વામી છે જેના
સીતાનું હરણ કેમ થાય ?
ઓ વિધિ…

પાંચ પાંડવો સાથે કુંતા માતાજી,
બાર વરસ વન કેમ જાય ?
ઓ વિધિ…

શામળિયાની સહાય છે જેને
એવી દ્રૌપદીનાં ચીર કેમ ખેંચાય ?
ઓ વિધિ…

મયૂરધ્વજ રાજા ભગત તમારો, કરવતે કેમ વે’રાય ?
શેઠ સગાળશા ને ચંગાવતી રાણી,
દાસ તમારા ગણાય.
ઓ વિધિ…

કા’ન કુંવર જેવો ચેલૈયો જેને,
ખાંડણીએ કેમ ખંડાય ?
ઓ વિધિ…

હરિશ્ચંદ્ર રાજાને તારામતી રાણી,
ભર બજારે કેમ વેચાય ?
ઓ વિધિ…

ચૌદ ભુવનનો નાથ ભોળો કહેવાયો,
છતાં ભીલડીએ કેમ ભરમાયો ?
સખીઓ તારી પ્રેમથી પોકારે,
ભજ્યે ભવ તરી જવાય.
ઓ વિધિ…

O Vidhi Tara Lekh Lakhya Nav Jai

(rāg : dhovā dyo raghurāya)

Lekh lakhyā nav jāya.
O vidhi tārā lekh lakhyā nav jāya

Rāma-lakṣhmaṇ ne jānakījī
Chaud varas van kem jāya ?
O vidhi…

Rām sarīkhā swāmī chhe jenā
Sītānun haraṇ kem thāya ?
O vidhi…

Pāncha pānḍavo sāthe kuntā mātājī,
Bār varas van kem jāya ?
O vidhi…

Shāmaḷiyānī sahāya chhe jene
Evī draupadīnān chīr kem khenchāya ?
O vidhi…

Mayūradhvaj rājā bhagat tamāro, karavate kem ve’rāya ?
Sheṭh sagāḷashā ne changāvatī rāṇī,
Dās tamārā gaṇāya.
O vidhi…

Kā’n kunvar jevo chelaiyo jene,
Khānḍaṇīe kem khanḍāya ?
O vidhi…

Harishchandra rājāne tārāmatī rāṇī,
Bhar bajāre kem vechāya ?
O vidhi…

Chaud bhuvanano nāth bhoḷo kahevāyo,
Chhatān bhīlaḍīe kem bharamāyo ?
Sakhīo tārī premathī pokāre,
Bhajye bhav tarī javāya.
O vidhi…

Divya Publication. (2020). કિર્તન સાગર .