પરમેશ્વર - Parameshvara - Lyrics

પરમેશ્વર

ઉપકાર કરીને મૂક રહે સામો ઉપકાર ન લેશ ચહે
જે નિડરપણે હિત સ્પષ્ટ કહે તે મારે મન પરમેશ્વર છે

દુનિયા જ્યારે નિંદા કરશે મિત્રો પણ જ્યારે પરિહરશે
ત્યારે જે સાથે સંચરશે તે મારે મન પરમેશ્વર છે

જનનાં દોષો માફ કરે પરનાં મેલોને સાફ કરે
બળતા હૃદયોની બાફ હરે તે મારે મન પરમેશ્વર છે

-પ્રભાશંકર પટ્ટણી


Parameshvara

Upakar karine muk rahe samo upakar n lesh chahe
Je nidarapane hit spashṭa kahe te mare man parameshvar chhe

Duniya jyare ninda karashe mitro pan jyare pariharashe
Tyare je sathe sancharashe te mare man parameshvar chhe

Jananan dosho maf kare paranan melone saf kare
Balat hrudayoni baf hare te mare man parameshvar chhe

-prabhashankar patṭani

Source: Mavjibhai