# પરી રાણી તમે આવો રે - Parī Rāṇī Tame Avo re - Lyrics

**URL:** <https://gujarati.world/t/pari-ra-i-tame-avo-re-lyrics/383>\
**Category:** બાળગીત - (Gujarati Rhymes)\
**Created:** [April 9, 2023, 7:09pm UTC](https://gujarati.world/t/pari-ra-i-tame-avo-re-lyrics/383 "2023-04-09T19:09:58Z")\
**Posts on this page:** 2\
**Page:** 1

<div class="post-metadata">

**Author:** ![Divyesh92](https://gujarati.world/letter_avatar_proxy/v4/letter/d/c6cbf5/32.png) [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Post date:** [April 9, 2023, 7:09pm UTC](https://gujarati.world/t/pari-ra-i-tame-avo-re-lyrics/383/1 "2023-04-09T19:09:58Z")

</div>

# પરી રાણી તમે આવો રે

પરી રાણી તમે આવો રે, પરી રાણી તમે આવો રે  
ઊડતાં ઊડતાં દેશ તમારે મુજને પણ લઈ જાઓ રે  
પરી રાણી તમે આવો રે

પરીના દેશમાં રંગબેરંગી ફૂલોની ફૂલવાડી રે  
પતંગીયા તો રંગબેરંગી રમતાં સાતતાળી રે  
એમની સાથે રમવાને તમે મુજને પણ લઈ જાઓ રે  
પરી રાણી તમે આવો રે

સોનેરી પંખીઓ ગાતાં, દૂધની નદીઓ વહેતી રે  
હંસ હંસલીની જોડી ત્યાં મોતી ચારો ચરતી રે  
પંખીઓના ગીતો સુણવા મુજને પણ લઈ જાઓ રે  
પરી રાણી તમે આવો રે

* * *

# Parī Rāṇī Tame Avo re

Parī rāṇī tame āvo re, parī rāṇī tame āvo re  
Ūḍatān ūḍatān desh tamāre mujane paṇ laī jāo re  
Parī rāṇī tame āvo re

Parīnā deshamān rangaberangī fūlonī fūlavāḍī re  
Patangīyā to rangaberangī ramatān sātatāḷī re  
Emanī sāthe ramavāne tame mujane paṇ laī jāo re  
Parī rāṇī tame āvo re

Sonerī pankhīo gātān, dūdhanī nadīo vahetī re  
Hansa hansalīnī joḍī tyān motī chāro charatī re  
Pankhīonā gīto suṇavā mujane paṇ laī jāo re  
Parī rāṇī tame āvo re

Source: [Mavjibhai](https://gujaratibalgeet.wordpress.com/2018/05/05/34/)

---

<div class="post-metadata">

**Author:** ![Noor\_Hasina](https://gujarati.world/user_avatar/gujarati.world/noor_hasina/32/195_2.png) [@Noor\_Hasina](https://gujarati.world/u/Noor_Hasina)\
**Post date:** [April 23, 2024, 3:51am UTC](https://gujarati.world/t/pari-ra-i-tame-avo-re-lyrics/383/2 "2024-04-23T03:51:39Z")

</div>

[//gujarati-world.s3.dualstack.us-west-1.amazonaws.com/uploads/original/1X/735e332ad48bd037882d6b1cb995b60342900e5c.mp3](https://gujarati-world.s3.dualstack.us-west-1.amazonaws.com/uploads/original/1X/735e332ad48bd037882d6b1cb995b60342900e5c.mp3)
