# પોપટ મીઠું બોલે - Popaṭ Mīṭhun Bole - Lyrics

**URL:** <https://gujarati.world/t/popa-mi-hun-bole-lyrics/407>\
**Category:** બાળગીત - (Gujarati Rhymes)\
**Created:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/popa-mi-hun-bole-lyrics/407 "2023-04-09T19:10:01Z")\
**Posts on this page:** 2\
**Page:** 1

<div class="post-metadata">

**Author:** ![Divyesh92](https://gujarati.world/letter_avatar_proxy/v4/letter/d/c6cbf5/32.png) [@Divyesh92](https://gujarati.world/u/Divyesh92)\
**Post date:** [April 9, 2023, 7:10pm UTC](https://gujarati.world/t/popa-mi-hun-bole-lyrics/407/1 "2023-04-09T19:10:01Z")

</div>

# પોપટ મીઠું બોલે

મારા આંગણામાં પોપટ મીઠું બોલે  
સીતા રામ સીતા રામ ધીમું બોલે

ગળે કાળો છે કાંઠલો ને લીલો લીલો રંગ  
એની વાંકી ચાંચલડીનો લાલ લાલ રંગ

એ તો હીંચકે બેસીને ઝૂલા ઝૂલે  
સીતા રામ સીતા રામ ધીમું બોલે

મારા આંગણામાં પોપટ મીઠું બોલે  
સીતા રામ સીતા રામ ધીમું બોલે

એને પેરુ ભાવે ને લીલા મરચાં એ ખાય  
એને ખાતો જોઈને મારું મનડું હરખાય

એ તો મસ્તીમાં આવી થૈ થૈ ડોલે  
સીતા રામ સીતા રામ ધીમું બોલે

મારા આંગણામાં પોપટ મીઠું બોલે  
સીતા રામ સીતા રામ ધીમું બોલે

* * *

# Popaṭ Mīṭhun Bole

Mārā āngaṇāmān popaṭ mīṭhun bole  
Sītā rām sītā rām dhīmun bole

Gaḷe kāḷo chhe kānṭhalo ne līlo līlo ranga  
Enī vānkī chānchalaḍīno lāl lāl ranga

E to hīnchake besīne zūlā zūle  
Sītā rām sītā rām dhīmun bole

Mārā āngaṇāmān popaṭ mīṭhun bole  
Sītā rām sītā rām dhīmun bole

Ene peru bhāve ne līlā marachān e khāya  
Ene khāto joīne mārun manaḍun harakhāya

E to mastīmān āvī thai thai ḍole  
Sītā rām sītā rām dhīmun bole

Mārā āngaṇāmān popaṭ mīṭhun bole  
Sītā rām sītā rām dhīmun bole

Source: [Mavjibhai](https://gujaratibalgeet.wordpress.com/2018/05/09/59/)

---

<div class="post-metadata">

**Author:** ![Noor\_Hasina](https://gujarati.world/user_avatar/gujarati.world/noor_hasina/32/195_2.png) [@Noor\_Hasina](https://gujarati.world/u/Noor_Hasina)\
**Post date:** [April 23, 2024, 3:54am UTC](https://gujarati.world/t/popa-mi-hun-bole-lyrics/407/2 "2024-04-23T03:54:09Z")

</div>

[//gujarati-world.s3.dualstack.us-west-1.amazonaws.com/uploads/original/1X/17c1b1efeea0d4f85901149c872a47bc5f74f4f2.mp3](https://gujarati-world.s3.dualstack.us-west-1.amazonaws.com/uploads/original/1X/17c1b1efeea0d4f85901149c872a47bc5f74f4f2.mp3)
