પ્રભાત પ્રગટે પ્રભુ એવું - Prabhat Pragate Prabhu Evun - Lyrics

પ્રભાત પ્રગટે પ્રભુ એવું

ભય ભૂતાવળ ભાગે શિર ઉઠે સૌના શાનમાં
પ્રભાત પ્રગટે પ્રભુ એવું આ દેશના આભમાં

જ્ઞાન ગંગા મુક્ત વહે એ ધારા અવરોધાય ના
જ્ઞાન તૃષા સૌની બૂઝે તરસ્યું કો રહી જાય ના

પ્રભાત પ્રગટે પ્રભુ એવું આ દેશના આભમાં

જગ અખિલાઈ કેરા ટૂકડે ટૂકડા થાય ના
ઘર દિવાલો સાંકડીમાં વિશ્વ વહેંચાઈ જાય ના

પ્રભાત પ્રગટે પ્રભુ એવું આ દેશના આભમાં

સત્ય તળથી શબ્દ સંચરે વાણી છીછરી થાય ના
પરિપૂર્ણતા પ્રાપ્તિ પ્રયાસ અમથી ઓછા થાય ના

પ્રભાત પ્રગટે પ્રભુ એવું આ દેશના આભમાં

સદ વિવેકનું નિર્મળ ઝરણ
મૃત આદત રણે સમેટાય ના
સદા વિસ્તરે અમ ચિંતન સીમા ને
એના અમલથી પાછું હટાય ના

સ્વર્ગ ખરી મુક્તિ તણું ખિલે ભારત ભાગ્યમાં
પ્રભાત પ્રગટે પ્રભુ એવું આ દેશના આભમાં

-ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર
(ભાવાનુવાદ : માવજીભાઈ)


મૂળ અંગ્રેજી કાવ્ય

Where The Mind is Without Fear

WHERE the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.
-Rabindranath Tagore


Prabhat Pragate Prabhu Evun

Bhaya bhutaval bhage shir uthe saun shanaman
Prabhat pragate prabhu evun a deshan abhaman

Jnyan ganga mukṭa vahe e dhar avarodhaya na
Jnyan trush sauni buze tarasyun ko rahi jaya na

Prabhat pragate prabhu evun a deshan abhaman

Jag akhilai ker tukade tukad thaya na
Ghar divalo sankadiman vishva vahenchai jaya na

Prabhat pragate prabhu evun a deshan abhaman

Satya talathi shabda sanchare vani chhichhari thaya na
Paripurnat prapti prayas amathi ochh thaya na

Prabhat pragate prabhu evun a deshan abhaman

Sad vivekanun nirmal zarana
Mrut adat rane sametaya na
Sad vistare am chintan sim ne
En amalathi pachhun hataya na

Svarga khari mukti tanun khile bharat bhagyaman
Prabhat pragate prabhu evun a deshan abhaman

-gurudev ravindranath tagor
(bhavanuvad : mavajibhai)

Source: Mavjibhai