પ્રભુ જીવન દે! નવજીવન દે! - Prabhu Jivan De! Navajivan De! - Lyrics

પ્રભુ જીવન દે! નવજીવન દે!

(રાગ સારંગ, તાલ ત્રિતાલ અથવા કેરવા)

પ્રભુ જીવન દે હજી જીવન દે વિપદો નિતનિત્ય નવીન પડે
ડગલું ભરતાં કુહરે જ પડે કંઈ ગુપ્ત ભયો મહીંથી ઊઘડે

વનકંટકથી તન રક્ત ઝરે પણ તોય ન અશ્રુ કદાપિ ખરે
દ્રગ, એ પડીને ફરીથી ઉપડે પગ, એટલું હે પ્રભુ જીવન દે

પ્રભુ જીવન દે! નવજીવન દે!

પ્રભુ બંધનમાં જકડાઈ ગયો મુજ દેહ બધો અકળાઈ ગયો
અવ ચેતન દે! નવચેતન દે!

સૌ એક જ ઘાથી હું તોડી દઉં તલ ગાઢ અહંત્વનું ફોડી દઉં
તુજ વારિ વિશાલ મહીંથી ઉડે લઘુ પામરતા બધી માંહી બુડે

જલ એ ઉભરી અભર્યું જ ભરે પ્રભુ એ જલમાં ઝીલવાનું જ દે
પછી દર્દુર દીર્ઘ રવે જ ભલે દિનરાત ડરાઉં ડરાઉં કરે

પણ નિર્ભય મુક્ત અસીમ જલે ઝીલતાં જનશું મળવાનું જ દે
પ્રભુ ચેતન દે! નવચેતન દે!

યદિ એ નવ દે –
પણ જીવનઓટ ન ખાળી શકું મુજ જીવનખોટ ન વાળી શકું
હળવે મુજ જીવનહ્રાસ થતો અમ નિર્બળનો ઉપહાસ થતો
જગ ટાળી શકું નહિ, એવું ન દે!

પ્રભુ એ કરતાં
મુજ આયુષશેષ ય સંહરતાં
ઘડી યૌવન જીરણ અંગ તું દે!

પ્રભુ જિંદગી પુણ્ય વિના ગઈ છે પણ ક્યાં તુજ એ કરુણા ગઈ છે
બીજું ના કંઈ તો બસ આટલું જ દે જગપાપશું કૈં લડવાનું જ દે
લડી પાર અને પડવાનું જ દે!

હસી મૃત્યુમુખે ધસવાનું જ દે ધસી મૃત્યુમુખે હસવાનું જ દે
જીવવા નહિ તો મરવા કોઈ ભવ્ય પ્રસંગ તું દે

ઘડી એ બસ એટલું યૌવન દે પ્રભુ યૌવન દે નવયૌવન દે
(પ્રસ્થાન, અંક માગશર, વિ.સં. ૧૯૮૨)

-રામનારાયણ વિશ્વનાથ પાઠક


Prabhu Jivan De! Navajivan De!

(rag saranga, tal trital athav kerava)

Prabhu jivan de haji jivan de vipado nitanitya navin pade
Dagalun bharatan kuhare j pade kani gupṭa bhayo mahinthi ughade

Vanakanṭakathi tan rakṭa zare pan toya n ashru kadapi khare
Draga, e padine farithi upade paga, eṭalun he prabhu jivan de

Prabhu jivan de! navajivan de!

Prabhu bandhanaman jakadai gayo muj deh badho akalai gayo
Av chetan de! navachetan de!

Sau ek j ghathi hun todi daun tal gadh ahantvanun fodi daun
Tuj vari vishal mahinthi ude laghu pamarat badhi manhi bude

Jal e ubhari abharyun j bhare prabhu e jalaman zilavanun j de
Pachhi dardur dirgha rave j bhale dinarat daraun daraun kare

Pan nirbhaya mukṭa asim jale zilatan janashun malavanun j de
Prabhu chetan de! navachetan de!

Yadi e nav de –
Pan jivanaot n khali shakun muj jivanakhot n vali shakun
Halave muj jivanahras thato am nirbalano upahas thato
Jag tali shakun nahi, evun n de!

Prabhu e karatan
Muj ayushashesh ya sanharatan
Ghadi yauvan jiran anga tun de!

Prabhu jindagi punya vin gai chhe pan kyan tuj e karun gai chhe
Bijun n kani to bas aṭalun j de jagapapashun kain ladavanun j de
Ladi par ane padavanun j de!

Hasi mrutyumukhe dhasavanun j de dhasi mrutyumukhe hasavanun j de
Jivav nahi to marav koi bhavya prasanga tun de

Ghadi e bas eṭalun yauvan de prabhu yauvan de navayauvan de
(prasthana, anka magashara, vi.san. 1982)

-ramanarayan vishvanath paṭhaka

Source: Mavjibhai