પ્રભુવંચિત પાપપીઠું કાશી - Prabhuvanchit Papapithun Kashi - Lyrics

પ્રભુવંચિત પાપપીઠું કાશી

પ્રાચીન આ પુરી પવિત્ર પ્રશસ્ત ધામ,
ભાગીરથી ધવલ ઉજ્જ્વલનીર તીર.
જ્યાં ઠેર ઠેર બસ ગંદકીના મુકામ;
પાખંડ જ્યાં વિચરતું ધરી ધર્મચીર.

ઘાટે પવિત્ર (!) શિરકેશ મુંડેલ ઊડે,
પાણી નહીં ગટરવારિથી ઓછું મેલું,
પુણ્યાર્થ સ્નાન કરવા કશું લોક ઘેલું!
ન્હાતી સ્ત્રીઓ તરફ નફ્ફટ દૃષ્ટિ દોડે.

ટાળો મળે ન, યદિ સાંઢ મળે ગલીમાં!
જૂતાં મળે ન યદિ મંદિર બ્હાર મૂક્યાં;
રોગી ભિખારી રખડે (પ્રભુદૃષ્ટિ ચૂક્યાં!).
શાસ્ત્રાર્થ? ના, વચન વિપ્રમુખે સીધાનાં.

પ્રાચીન સંસ્કૃતિ તણું પુર કાશી દીઠું,
શ્રદ્ધાનું સ્વર્ગ, પ્રભુવંચિત પાપપીઠું!

-જયંત પાઠક


Prabhuvanchit Papapithun Kashi

Prachin a puri pavitra prashasṭa dhama,
Bhagirathi dhaval ujjvalanir tira.
Jyan ther ther bas gandakin mukama;
Pakhanda jyan vicharatun dhari dharmachira.

Ghate pavitra (!) shirakesh mundel ude,
Pani nahin gaṭaravarithi ochhun melun,
Punyartha snan karav kashun lok ghelun!
Nhati strio taraf naffat drushti dode.

Talo male na, yadi sandha male galiman!
Jutan male n yadi mandir bhar mukyan;
Rogi bhikhari rakhade (prabhudrushti chukyan!).
Shastrartha? na, vachan vipramukhe sidhanan.

Prachin sanskruti tanun pur kashi dithun,
Shraddhanun swarga, prabhuvanchit papapithun!

-Jayanṭa Paṭhaka