પુષ્પિત ભાષા - Pushpit Bhasha - Lyrics

પુષ્પિત ભાષા

બૂડ્યો પંડિત પુષ્પિત ભાષા;
અલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા

માથે મોભ્ભાદાર પાઘડી,
છટાદાર મુખ શાસ્ત્રવિલાસા.
ઋષિ, દેવતા, છંદ સમેતા,
ચારે વેદો જિહ્‌વા વાસા.

ક્યા શાસ્ત્રનું ક્યું વિવેચન–
વાદ ચડે તો પડે ન પાછા.
આપ વદે ને આપ ન બૂઝે,
બહુ ધૂમ્ર ને અલ્પ પ્રકાશા.

મંત્ર ભણ્યો પણ મર્મ ન કળ્યો,
માત્ર કંઠમાં મંત્રો ઠાસ્યા.
ચિત્રવિચિત્ર ક્રિયા વિસ્તારી,
ધર્મ નહિ એ ધર્મ તમાશા.

યજ્ઞ કર્યા પણ સ્વાર્થ ન હોમ્યા,
મનમાં ભોગૈશ્વર્ય ફલાશા.
નિશ્ચય ટાણે ગડગડ ગબડે,
અનંત સર્‌જે તર્કાકાશા.

જ્ઞાનગંગમાં બહુ નાહ્યા,
કોરા પંડિત રહ્યા શિલા શા.
ગીતાનાં બહુ ગીતો ગાયાં,
તોય હજુ ક્યાં હઠે નિરાશા!

-જુગતરામ દવે


Pushpit Bhasha

Budyo pandit pushpit bhasha;
alankara, zad zammaka, prasa

Mathe mobhbhadar paghadi,
chhatadar mukh shastravilasa. Hrushi, devata, chhanda sameta,
chare vedo jihv vasa.

Kya shastranun kyun vivechana–
vad chade to pade n pachha. Ap vade ne ap n buze,
bahu dhumra ne alpa prakasha.

Mantra bhanyo pan marma n kalyo,
matra kanṭhaman mantro thasya. Chitravichitra kriya vistari,
dharma nahi e dharma tamasha.

Yagna karya pan swartha n homya,
manaman bhogaishvarya falasha. Nishchaya tane gadagad gabade,
ananṭa sarje tarkakasha.

Jnyanagangaman bahu nahya,
kor pandit rahya shil sha. Gitanan bahu gito gayan,
toya haju kyan hathe nirasha!

-jugataram dave

Source: Mavjibhai