રડો ન મુજ મૃત્યુને! - Rado N Muj Mrutyune! - Lyrics

રડો ન મુજ મૃત્યુને!

(છંદઃ પૃથ્વી)

“રડો ન મુજ મૃત્યુને! હરખ માય આ છાતીમાં
ન રે! ક્યમ તમેય તો હરખતાં ન હૈયા મહીં?

વીંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી
અને નહિ શું પ્રેમધાર ઊછળી અરે કે રડો?

હતું શું બલિદાન આ મુજ પવિત્ર પૂરું ન કે?
અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો?

તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા
અવાક અસહાય હું હૃદયમાં રૂંધી સત્યને

શ્વસ્યાં કરત ભૂતલે? મરણથી છૂટ્યો સત્યને
ગળે વિષમ જે હતો કંઈક કાળ ડૂમો! થયું

સુણો પ્રગટ સત્ય: વૈર પ્રતિ પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ
હસે ઈસુ, હસે જુઓ સુક્રતુ, સૌમ્ય સંતો હસે"

“અમે ન રડીએ, પિતા, મરણ આપનું પાવન
કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યાં જીવન”

-ઉમાશંકર જોશી


Rado N Muj Mrutyune!

(chhandah pruthvi)

“rado n muj mrutyune! Harakh maya a chhatiman
N re! Kyam tameya to harakhatan n haiya mahin?

Vindhayun ur tethi keval shun raktadhar chhuti
Ane nahi shun premadhar uchhali are ke rado?

Hatun shun balidan a muj pavitra purun n ke? Adhurap dithi shun kain muj akshamya tethi rado?

Tame shun harakhat jo bhaya dhari bhaji bhiruta
Avak asahaya hun hrudayaman rundhi satyane

Shvasyan karat bhutale? maranathi chhutyo satyane
Gale visham je hato kanik kal dumo! Thayun

Suno pragat satya: vair prati prema, prem ne prem ja
Hase isu, hase juo sukratu, saumya santo hase"

“ame n radie, pita, maran apanun pavana
Kalankamaya dainyanun nij radi rahyan jivana”

-umashankar joshi

Source: Mavjibhai