રંગ રંગ વાદળિયાં - Ranga Ranga Vadaliyan - Lyrics

રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ગ્યાં’તાં, હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
અનંતને આરે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે ઊડ્યાં; હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે થંભ્યાં, હો મહેલના મિનારે,
પંખીના ઉતારે,
ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં, હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢ્યાં, છલકતી છોળે,
દરિયાને હિંડોળે
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં, ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયાં ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં, તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયા.

હાં રે અમે આવ્યાં, હો રંગ રંગ અંગે,
અનંત રૂપરંગે,
તમારે ઉછંગે,
કે રંગ રંગ વાદળિયાં.

-સુંદરમ્


Ranga Ranga Vadaliyan

Han re ame gyan’tan, ho rangan ovare,
Ke tejan fuvare,
Anantane are,
Ke ranga ranga vadaliyan.

Han re ame udyan; ho moralan gane,
Ke vayaran vahane,
Ashan sukane,
Ke ranga ranga vadaliyan.

Han re ame thanbhyan, ho mahelan minare,
Pankhin utare,
Dungarani dhare,
Ke ranga ranga vadaliyan.

Han re ame nahyan, ho rangan ovare,
Ke tejan fuvare,
Kunkuman kyare,
Ke ranga ranga vadaliyan.

Han re ame podhyan, chhalakati chhole,
Dariyane hindole
Gaganane gole,
Ke ranga ranga vadaliyan.

Han re ame jagyan, gulal bhari gale,
Chandan dhari bhale,
Rangayan gulale,
Ke ranga ranga vadaliyan.

Han re ame nachyan, taran tarange,
Radhiyal range,
Anandan abhange,
Ke ranga ranga vadaliya.

Han re ame avyan, ho ranga ranga ange,
Ananṭa ruparange,
Tamare uchhange,
Ke ranga ranga vadaliyan.

-sundaram

Source: Mavjibhai