રે મન ચાલ મહોબ્બત કરીએ - Re Man Chal Mahobbat Karie - Lyrics

રે મન ચાલ મહોબ્બત કરીએ

રે મન ચાલ મહોબ્બત કરીએ
નદી નાળામાં કોણ મરે ચલ ડૂબ ઘૂઘવતે દરિયે

રહી રહીને દિલ દર્દ ઊઠે ને દોસ્ત મળે તો દઈએ
કોઈની મોંઘી પીડ ફક્ત એક સ્મિત દઈ લઈ લઈએ

પળભરનો આનંદ ધરાના કણ કણમાં પાથરીએ
રે મન ચાલ મહોબ્બત કરીએ

દુનિયાની તસવીર ઉઘાડી આંખ થકી ઝડપી લે
છલક છલક આ પ્યાલો મનભર પીવડાવી દે પી લે

જીવનનું પયમાન ઠાલવી દઈ શૂન્યતા ભરીએ
રે મન ચાલ મહોબ્બત કરીએ

-હરીન્દ્ર દવે


Re Man Chal Mahobbat Karie

Re man chal mahobbat karie
Nadi nalaman kon mare chal dub ghughavate dariye

Rahi rahine dil darda uthe ne dosṭa male to daie
Koini monghi pid fakṭa ek smit dai lai laie

Palabharano ananda dharan kan kanaman patharie
Re man chal mahobbat karie

Duniyani tasavir ughadi ankha thaki zadapi le
Chhalak chhalak a pyalo manabhar pivadavi de pi le

Jivananun payaman thalavi dai shunyat bharie
Re man chal mahobbat karie

-Harindra Dave