રે શિર સાટે નટવરને વરીએ - Re Shir Sate Naṭavarane Varie - Lyrics

રે શિર સાટે નટવરને વરીએ

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ

રે અંતર દૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું
એ હરિ સારું માથું ઘોળ્યું, રે શિર સાટે નટવરને વરીએ

રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણમધ્યે જઈને નવ ડરીએ
ત્યાં મુખપાણી રાખી મરીએ, રે શિર સાટે નટવરને વરીએ

રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને
તે શું જીવે ભૂંડું મુખ લઈને, રે શિર સાટે નટવરને વરીએ

રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુધ્ધે નવ ચડીએ
જો ચડીએ તો કટકા થઈ પડીએ, રે શિર સાટે નટવરને વરીએ

રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ
બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ, રે શિર સાટે નટવરને વરીએ

  • બ્રહ્માનંદ સ્વામી

Re Shir Sate Naṭavarane Varie

Re shir sate naṭavarane varie, re pachhan te pagalan nav bharie

Re antar drushti kari kholyun, re dahapan zazun nav daholyun
E hari sarun mathun gholyun, re shir sate naṭavarane varie

Re samajya vin nav nisarie, re ranamadhye jaine nav darie
Tyan mukhapani rakhi marie, re shir sate naṭavarane varie

Re pratham chade shuro thaine, re bhage pachho ranaman jaine
Te shun jive bhundun mukh laine, re shir sate naṭavarane varie

Re pahelun j manaman trevadie, re hode hode judhdhe nav chadie
Jo chadie to kaṭak thai padie, re shir sate naṭavarane varie

Re ranga sahit harine ratie, re hak vage pachh nav hatie
Brahmananda kahe tyan mari matie, re shir sate naṭavarane varie

  • brahmananda swami

Source: Mavjibhai