રોજ આવે છે સ્વપ્ના પગ ને - Roj Aave Chhe Svapana Pag Ne - Lyrics

રોજ આવે છે સ્વપ્ના પગ ને

રોજ આવે છે સ્વપ્ના પગને,
બોલાવે છે રસ્તા પગને.
તારા તરફ ફંટાઉં ત્યારે,
થાય છે જલસા જલસા પગને.
રસ્તે તારી યાદ આવે તો,
ભીના લાગે તડકા પગને.
ફૂલને ચૂંટે હાથ એ પહેલાં,
પ્રેમથી ચૂમે કાંટા પગને.
મારી સાથે છાલાં પડશે,
તારા પોચાપોચા પગને.
હોય ખલીલ અંધારું તોપણ,
મારગ ચીંધે ઇચ્છા પગને.
– ખલીલ ધનતેજવી


Roj Aave Chhe Svapana Pag Ne

Roj āve chhe svapnā pagane,
Bolāve chhe rastā pagane. Tārā taraf fanṭāun tyāre,
Thāya chhe jalasā jalasā pagane. Raste tārī yād āve to,
Bhīnā lāge taḍakā pagane. Fūlane chūnṭe hāth e pahelān,
Premathī chūme kānṭā pagane. Mārī sāthe chhālān paḍashe,
Tārā pochāpochā pagane. Hoya khalīl andhārun topaṇa,
Mārag chīndhe ichchhā pagane.
– Khalīl Dhanatejavī