# સગાં દીઠાં મેં શાહ આલમનાં 	 ભીખ માગતાં શેરીએ - Sagan Dithan Men Shah Alamanan 	 Bhikh Magatan Sherie - Gujarati

**URL:** <https://gujarati.world/t/sagan-dithan-men-shah-alamanan-bhikh-magatan-sherie-gujarati/2400>\
**Category:** કાવ્ય રત્નમાળા\
**Created:** [April 23, 2024, 7:37pm UTC](https://gujarati.world/t/sagan-dithan-men-shah-alamanan-bhikh-magatan-sherie-gujarati/2400 "2024-04-23T19:37:52Z")\
**Posts on this page:** 1\
**Page:** 1

<div class="post-metadata">

**Author:** ![Rabbia\_Hijab](https://gujarati.world/user_avatar/gujarati.world/rabbia_hijab/32/194_2.png) [@Rabbia\_Hijab](https://gujarati.world/u/Rabbia_Hijab)\
**Post date:** [April 23, 2024, 7:37pm UTC](https://gujarati.world/t/sagan-dithan-men-shah-alamanan-bhikh-magatan-sherie-gujarati/2400/1 "2024-04-23T19:37:52Z")

</div>

# સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ

રાજા રાણા ! અક્કડ શેંના ?  
વિસાત શી તમ રાજ્ય તણી  
કઈ સત્તા પર કૂદકા મારો ?  
લાખ કોટિના ભલે ધણી  
લાખ તો મૂઠી રાખ બરાબર  
ક્રોડ છોડશે સરવાળે  
સત્તા સૂકા ઘાસ બરાબર  
બળી આસપાસે બાળે  
ચક્રવર્તી મહારાજ ચાલિયા  
કાળચક્રની ફેરીએ  
સગાં દીઠાં મેં શાહ આલમનાં  
ભીખ માગતાં શેરીએ

ક્યાં છે રાજ્યરાજન આગળનાં  
દિવ્ય કહું જે દેવસ્થાન  
શોધ્યાં ન મળે સ્થાનદશા કે  
ન મળે શોધ્યાં નામનિશાન  
લેવો દાખલો ઈરાનનો જે  
પૂર્વ પ્રજામાં પામ્યું માન  
ચોગમ જેની ધજા ઊડી રહી  
રૂમ શામ ને હિન્દુસ્તાન  
હાલ વ્હીલું વેરાન ખંડિયેર  
શોક સાડી શું પહેરી એ  
સગાં દીઠાં મેં શાહ આલમનાં  
ભીખ માગતાં શેરીએ

ક્યાં જમશેદ ફરેદુન ખુશરો  
ક્યાં અરદેશર બાબેગાન  
રૂસ્તમ જેવા શૂરવીર ક્યાં  
નહિ તુજને મુજને તેનું ભાન  
ખબર નહિ યુનાની સિકંદર  
કે રૂમી સીઝર ક્યાં ગૂમ  
અવનિ કે આકાશ કહે નહિ  
ભલે ભવ સારો મારો બૂમ  
હશે કહિંક તો હાથ જોડી  
ઊભા કિરતાર કચેરીએ  
સગાં દીઠાં મેં શાહ આલમનાં  
ભીખ માગતાં શેરીએ

રામ કૃષ્ણ નરસિંહ પરશુરામ  
દશ અવતાર થયા અલોપ  
વિક્રમ જેવા વીર રાજનો  
ખમે કાળનો કેવો કોપ  
ક્યાં મહમદ ગઝની ક્યાં અકબર  
રજપુત વીર શિવાજી ક્યાં  
રાજપાટના ધણી ધુરંધર  
આજ યુદ્ધની બાજી ક્યાં  
રાજમહેલમાં ઢોર ફરે ને  
કબર તો કૂતરે ઘેરી એ  
સગાં દીઠાં મેં શાહ આલમનાં  
ભીખ માગતાં શેરીએ

ક્યાં નેપોલિયન ચીલઝડપિયો  
જીત્યા પૂરવ પશ્ચિમ ખંડ  
અતિલોભનો ભોગ બિચારો  
અંતે વલખા મારે પંડ  
સુણ્યાં પરાક્રમ એવાં બહુ બહુ  
સ્વપનાં કે સાચે ઈતિહાસ  
નહિ સમજાતું નિશ્ચયપૂર્વક  
ઊડી ગયા જ્યાં શ્વાસોચ્છ્‌વાસ  
વિજયરૂપી એ સડો શું લાગ્યો  
વિજયવાયુ બહુ ઝેરી એ  
સગાં દીઠાં મેં શાહ આલમનાં  
ભીખ માગતાં શેરીએ

ક્યાં ગઈ ફૂટડી ક્લિયોપેટ્રા  
ક્યાં છે એન્ટની સહેલાણી  
જંતુ ખાય કે વળગે જાળાં  
ભમરા કીટ કહે કહાણી  
કબર ગીધડાં ખણે ખોતરે  
શિયાળ સમાધિ પર બેસે  
સંત શરમથી નીચું જુએ  
મહારાજા કોને કહેશે  
રાજ્યપતિ રજકણથી નાનો  
છે આયુષ આખેરીએ  
સગાં દીઠાં મેં શાહ આલમનાં  
ભીખ માગતાં શેરીએ

દીઠાં સ્મારકસ્થાન ઘણાંએ  
કીર્તિકોટ આકાશ ચડ્યા  
ખરતાં ખરતાં પથ્થર બાકી  
ચૂના માટીએ જકડ્યા  
દિલ્હી આગ્રા કનોજ કાશી  
ઉજ્જૈન ઉજ્જ્વળતા નાસી  
રૂમ શામ ને ઈરાન ઉજ્જડ  
રડે ગળામાં લઈ ફાંસી  
તવારીખનાં ચિહ્ન ન જાણે કાંઈ  
જાણે બધી મશ્કરી એ  
સગાં દીઠાં મેં શાહ આલમનાં  
ભીખ માગતાં શેરીએ

દીઠાં અયોધ્યા બેટ દ્વારિકા  
નાથદ્વાર ને હરદ્વારી  
ઘરને આંગણે સુરત દેખતાં  
છાતી ધબકે છે મારી  
ગુર્જરગિરિ સૌરાષ્ટ્ર હાલ શાં  
હાય કાળના કાળા કેર  
દખ્ખણને દુઃખમાં દેખી  
શત્રુ આંખ વિષે પણ આવે ફેર  
હજી જોવી શી બાકી નિશાની  
રહી રે વિનાશ કેરી એ  
સગાં દીઠાં મેં શાહ આલમનાં  
ભીખ માગતાં શેરીએ

કોટી ગણાં તુંથી મોટા તે  
ખોટા પડી ગયા વિસરાઈ  
શી તારી સત્તા રે રાજા  
સિંહ સમીપ ચકલી તું ભાઈ  
રજકણ તું હિમાલય પાસે  
વાયુ વાય જરી જોર થકી  
ઈશ્વર જાણે ઊડી જશે ક્યા  
શોધ્યો મળવાનો ન નકી  
શક્તિ વહેમ સત્તા પડછાયો  
હા છાયા રૂપેરી એ  
સગાં દીઠાં મેં શાહ આલમનાં  
ભીખ માગતાં શેરીએ

દ્રવ્ય મટોડું હિંમત કુમતિ  
ડહાપણ કાદવનું ડહોળું  
માનપાન પાણી પરપોટો  
કુળ અભિમાન કહું પોલું  
આગળ પાછળ જોને રાજા  
સત્તાધિશ કે કોટિપતિ  
રંક ગમે એવો દરદી પણ  
મરશે નહિ તે તારી વતી  
ભૂલાઈ જવું મરવે એ બહુ  
દુઃખ સર્જ્યું કાળ નમેરી એ  
સગાં દીઠાં મેં શાહ આલમનાં  
ભીખ માગતાં શેરીએ

કુલીન કુળમાં કજાત પુત્રો  
પ્રગટ દિસે આ દુનિયામાં  
બળિયા વંશજ જુઓ બાયલા  
રોગી નિરોગીની જગ્યામાં  
સૃષ્ટિનિયમ ફરતું ચક્કર એ  
નીચેથી ઊપર ચઢતું  
ચઢે તે થકી બમણે વેગે  
પૃથ્વી પર પટકાઈ પડતું  
શી કહું કાળ અજબ બલિહારી  
વિદુરમુખી તુજ લહેરી એ  
સગાં દીઠાં મેં શાહ આલમનાં  
ભીખ માગતાં શેરીએ

* * *

# सगां दीठां में शाह आलमनां भीख मागतां शेरीए

राजा राणा ! अक्कड शेंना ?  
विसात शी तम राज्य तणी  
कई सत्ता पर कूदका मारो ?  
लाख कोटिना भले धणी  
लाख तो मूठी राख बराबर  
क्रोड छोडशे सरवाळे  
सत्ता सूका घास बराबर  
बळी आसपासे बाळे  
चक्रवर्ती महाराज चालिया  
काळचक्रनी फेरीए  
सगां दीठां में शाह आलमनां  
भीख मागतां शेरीए

क्यां छे राज्यराजन आगळनां  
दिव्य कहुं जे देवस्थान  
शोध्यां न मळे स्थानदशा के  
न मळे शोध्यां नामनिशान  
लेवो दाखलो ईराननो जे  
पूर्व प्रजामां पाम्युं मान  
चोगम जेनी धजा ऊडी रही  
रूम शाम ने हिन्दुस्तान  
हाल व्हीलुं वेरान खंडियेर  
शोक साडी शुं पहेरी ए  
सगां दीठां में शाह आलमनां  
भीख मागतां शेरीए

क्यां जमशेद फरेदुन खुशरो  
क्यां अरदेशर बाबेगान  
रूस्तम जेवा शूरवीर क्यां  
नहि तुजने मुजने तेनुं भान  
खबर नहि युनानी सिकंदर  
के रूमी सीझर क्यां गूम  
अवनि के आकाश कहे नहि  
भले भव सारो मारो बूम  
हशे कहिंक तो हाथ जोडी  
ऊभा किरतार कचेरीए  
सगां दीठां में शाह आलमनां  
भीख मागतां शेरीए

राम कृष्ण नरसिंह परशुराम  
दश अवतार थया अलोप  
विक्रम जेवा वीर राजनो  
खमे काळनो केवो कोप  
क्यां महमद गझनी क्यां अकबर  
रजपुत वीर शिवाजी क्यां  
राजपाटना धणी धुरंधर  
आज युद्धनी बाजी क्यां  
राजमहेलमां ढोर फरे ने  
कबर तो कूतरे घेरी ए  
सगां दीठां में शाह आलमनां  
भीख मागतां शेरीए

क्यां नेपोलियन चीलझडपियो  
जीत्या पूरव पश्चिम खंड  
अतिलोभनो भोग बिचारो  
अंते वलखा मारे पंड  
सुण्यां पराक्रम एवां बहु बहु  
स्वपनां के साचे ईतिहास  
नहि समजातुं निश्चयपूर्वक  
ऊडी गया ज्यां श्वासोच्छ्‌वास  
विजयरूपी ए सडो शुं लाग्यो  
विजयवायु बहु झेरी ए  
सगां दीठां में शाह आलमनां  
भीख मागतां शेरीए

क्यां गई फूटडी क्लियोपेट्रा  
क्यां छे एन्टनी सहेलाणी  
जंतु खाय के वळगे जाळां  
भमरा कीट कहे कहाणी  
कबर गीधडां खणे खोतरे  
शियाळ समाधि पर बेसे  
संत शरमथी नीचुं जुए  
महाराजा कोने कहेशे  
राज्यपति रजकणथी नानो  
छे आयुष आखेरीए  
सगां दीठां में शाह आलमनां  
भीख मागतां शेरीए

दीठां स्मारकस्थान घणांए  
कीर्तिकोट आकाश चड्या  
खरतां खरतां पथ्थर बाकी  
चूना माटीए जकड्या  
दिल्ही आग्रा कनोज काशी  
उज्जैन उज्ज्वळता नासी  
रूम शाम ने ईरान उज्जड  
रडे गळामां लई फांसी  
तवारीखनां चिह्न न जाणे कांई  
जाणे बधी मश्करी ए  
सगां दीठां में शाह आलमनां  
भीख मागतां शेरीए

दीठां अयोध्या बेट द्वारिका  
नाथद्वार ने हरद्वारी  
घरने आंगणे सुरत देखतां  
छाती धबके छे मारी  
गुर्जरगिरि सौराष्ट्र हाल शां  
हाय काळना काळा केर  
दख्खणने दुःखमां देखी  
शत्रु आंख विषे पण आवे फेर  
हजी जोवी शी बाकी निशानी  
रही रे विनाश केरी ए  
सगां दीठां में शाह आलमनां  
भीख मागतां शेरीए

कोटी गणां तुंथी मोटा ते  
खोटा पडी गया विसराई  
शी तारी सत्ता रे राजा  
सिंह समीप चकली तुं भाई  
रजकण तुं हिमालय पासे  
वायु वाय जरी जोर थकी  
ईश्वर जाणे ऊडी जशे क्या  
शोध्यो मळवानो न नकी  
शक्ति वहेम सत्ता पडछायो  
हा छाया रूपेरी ए  
सगां दीठां में शाह आलमनां  
भीख मागतां शेरीए

द्रव्य मटोडुं हिंमत कुमति  
डहापण कादवनुं डहोळुं  
मानपान पाणी परपोटो  
कुळ अभिमान कहुं पोलुं  
आगळ पाछळ जोने राजा  
सत्ताधिश के कोटिपति  
रंक गमे एवो दरदी पण  
मरशे नहि ते तारी वती  
भूलाई जवुं मरवे ए बहु  
दुःख सर्ज्युं काळ नमेरी ए  
सगां दीठां में शाह आलमनां  
भीख मागतां शेरीए

कुलीन कुळमां कजात पुत्रो  
प्रगट दिसे आ दुनियामां  
बळिया वंशज जुओ बायला  
रोगी निरोगीनी जग्यामां  
सृष्टिनियम फरतुं चक्कर ए  
नीचेथी ऊपर चढतुं  
चढे ते थकी बमणे वेगे  
पृथ्वी पर पटकाई पडतुं  
शी कहुं काळ अजब बलिहारी  
विदुरमुखी तुज लहेरी ए  
सगां दीठां में शाह आलमनां  
भीख मागतां शेरीए

* * *

# Sagan Dithan Men Shah Alamanan Bhikh Magatan Sherie

Raja rana ! Akkad shenna ? Visat shi tam rajya tani  
Kai satta par kudaka maro ? Lakh kotina bhale dhani  
Lakh to muthi rakh barabara  
Krod chhodashe saravale  
Satta suka ghas barabara  
Bali asapase bale  
Chakravarti maharaj chaliya  
Kalachakrani ferie  
Sagan dithan men shah alamanan  
Bhikh magatan sherie

Kyan chhe rajyarajan agalanan  
Divya kahun je devasthana  
Shodhyan n male sthanadasha ke  
N male shodhyan namanishana  
Levo dakhalo iranano je  
Purva prajaman pamyun mana  
Chogam jeni dhaja udi rahi  
Rum sham ne hindustana  
Hal vhilun veran khandiyera  
Shok sadi shun paheri e  
Sagan dithan men shah alamanan  
Bhikh magatan sherie

Kyan jamashed faredun khusharo  
Kyan aradeshar babegana  
Rustam jeva shuravir kyan  
Nahi tujane mujane tenun bhana  
Khabar nahi yunani sikandara  
Ke rumi sizar kyan guma  
Avani ke akash kahe nahi  
Bhale bhav saro maro buma  
Hashe kahinka to hath jodi  
Ubha kiratar kacherie  
Sagan dithan men shah alamanan  
Bhikh magatan sherie

Ram krushna narasinha parashurama  
Dash avatar thaya alopa  
Vikram jeva vir rajano  
Khame kalano kevo kopa  
Kyan mahamad gazani kyan akabara  
Rajaput vir shivaji kyan  
Rajapatana dhani dhurandhara  
Aj yuddhani baji kyan  
Rajamahelaman dhor fare ne  
Kabar to kutare gheri e  
Sagan dithan men shah alamanan  
Bhikh magatan sherie

Kyan nepoliyan chilazadapiyo  
Jitya purav pashchim khanda  
Atilobhano bhog bicharo  
Ante valakha mare panda  
Sunyan parakram evan bahu bahu  
Svapanan ke sache itihasa  
Nahi samajatun nishchayapurvaka  
Udi gaya jyan shvasochchhvasa  
Vijayarupi e sado shun lagyo  
Vijayavayu bahu zeri e  
Sagan dithan men shah alamanan  
Bhikh magatan sherie

Kyan gai futadi kliyopetra  
Kyan chhe entani sahelani  
Jantu khaya ke valage jalan  
Bhamara kit kahe kahani  
Kabar gidhadan khane khotare  
Shiyal samadhi par bese  
Santa sharamathi nichun jue  
Maharaja kone kaheshe  
Rajyapati rajakanathi nano  
Chhe ayush akherie  
Sagan dithan men shah alamanan  
Bhikh magatan sherie

Dithan smarakasthan ghanane  
Kirtikot akash chadya  
Kharatan kharatan paththar baki  
Chuna matie jakadya  
Dilhi agra kanoj kashi  
Ujjain ujjvalata nasi  
Rum sham ne iran ujjada  
Rade galaman lai fansi  
Tavarikhanan chihna n jane kani  
Jane badhi mashkari e  
Sagan dithan men shah alamanan  
Bhikh magatan sherie

Dithan ayodhya bet dvarika  
Nathadvar ne haradvari  
Gharane angane surat dekhatan  
Chhati dhabake chhe mari  
Gurjaragiri saurashtra hal shan  
Haya kalana kala kera  
Dakhkhanane duahkhaman dekhi  
Shatru ankh vishe pan ave fera  
Haji jovi shi baki nishani  
Rahi re vinash keri e  
Sagan dithan men shah alamanan  
Bhikh magatan sherie

Koti ganan tunthi mota te  
Khota padi gaya visarai  
Shi tari satta re raja  
Sinha samip chakali tun bhai  
Rajakan tun himalaya pase  
Vayu vaya jari jor thaki  
Ishvar jane udi jashe kya  
Shodhyo malavano n naki  
Shakti vahem satta padachhayo  
Ha chhaya ruperi e  
Sagan dithan men shah alamanan  
Bhikh magatan sherie

Dravya matodun hinmat kumati  
Dahapan kadavanun daholun  
Manapan pani parapoto  
Kul abhiman kahun polun  
Agal pachhal jone raja  
Sattadhish ke kotipati  
Ranka game evo daradi pana  
Marashe nahi te tari vati  
Bhulai javun marave e bahu  
Duahkh sarjyun kal nameri e  
Sagan dithan men shah alamanan  
Bhikh magatan sherie

Kulin kulaman kajat putro  
Pragat dise a duniyaman  
Baliya vanshaj juo bayala  
Rogi nirogini jagyaman  
Srushtiniyam faratun chakkar e  
Nichethi upar chadhatun  
Chadhe te thaki bamane vege  
Pruthvi par patakai padatun  
Shi kahun kal ajab balihari  
Viduramukhi tuj laheri e  
Sagan dithan men shah alamanan  
Bhikh magatan sherie

* * *

# Sagān dīṭhān men shāh ālamanān bhīkh māgatān sherīe

Rājā rāṇā ! Akkaḍ shennā ? Visāt shī tam rājya taṇī  
Kaī sattā par kūdakā māro ? Lākh koṭinā bhale dhaṇī  
Lākh to mūṭhī rākh barābara  
Kroḍ chhoḍashe saravāḷe  
Sattā sūkā ghās barābara  
Baḷī āsapāse bāḷe  
Chakravartī mahārāj chāliyā  
Kāḷachakranī ferīe  
Sagān dīṭhān men shāh ālamanān  
Bhīkh māgatān sherīe

Kyān chhe rājyarājan āgaḷanān  
Divya kahun je devasthāna  
Shodhyān n maḷe sthānadashā ke  
N maḷe shodhyān nāmanishāna  
Levo dākhalo īrānano je  
Pūrva prajāmān pāmyun māna  
Chogam jenī dhajā ūḍī rahī  
Rūm shām ne hindustāna  
Hāl vhīlun verān khanḍiyera  
Shok sāḍī shun paherī e  
Sagān dīṭhān men shāh ālamanān  
Bhīkh māgatān sherīe

Kyān jamashed faredun khusharo  
Kyān aradeshar bābegāna  
Rūstam jevā shūravīr kyān  
Nahi tujane mujane tenun bhāna  
Khabar nahi yunānī sikandara  
Ke rūmī sīzar kyān gūma  
Avani ke ākāsh kahe nahi  
Bhale bhav sāro māro būma  
Hashe kahinka to hāth joḍī  
Ūbhā kiratār kacherīe  
Sagān dīṭhān men shāh ālamanān  
Bhīkh māgatān sherīe

Rām kṛuṣhṇa narasinha parashurāma  
Dash avatār thayā alopa  
Vikram jevā vīr rājano  
Khame kāḷano kevo kopa  
Kyān mahamad gazanī kyān akabara  
Rajaput vīr shivājī kyān  
Rājapāṭanā dhaṇī dhurandhara  
Āj yuddhanī bājī kyān  
Rājamahelamān ḍhor fare ne  
Kabar to kūtare gherī e  
Sagān dīṭhān men shāh ālamanān  
Bhīkh māgatān sherīe

Kyān nepoliyan chīlazaḍapiyo  
Jītyā pūrav pashchim khanḍa  
Atilobhano bhog bichāro  
Ante valakhā māre panḍa  
Suṇyān parākram evān bahu bahu  
Svapanān ke sāche ītihāsa  
Nahi samajātun nishchayapūrvaka  
Ūḍī gayā jyān shvāsochchhvāsa  
Vijayarūpī e saḍo shun lāgyo  
Vijayavāyu bahu zerī e  
Sagān dīṭhān men shāh ālamanān  
Bhīkh māgatān sherīe

Kyān gaī fūṭaḍī kliyopeṭrā  
Kyān chhe enṭanī sahelāṇī  
Jantu khāya ke vaḷage jāḷān  
Bhamarā kīṭ kahe kahāṇī  
Kabar gīdhaḍān khaṇe khotare  
Shiyāḷ samādhi par bese  
Santa sharamathī nīchun jue  
Mahārājā kone kaheshe  
Rājyapati rajakaṇathī nāno  
Chhe āyuṣh ākherīe  
Sagān dīṭhān men shāh ālamanān  
Bhīkh māgatān sherīe

Dīṭhān smārakasthān ghaṇāne  
Kīrtikoṭ ākāsh chaḍyā  
Kharatān kharatān paththar bākī  
Chūnā māṭīe jakaḍyā  
Dilhī āgrā kanoj kāshī  
Ujjain ujjvaḷatā nāsī  
Rūm shām ne īrān ujjaḍa  
Raḍe gaḷāmān laī fānsī  
Tavārīkhanān chihna n jāṇe kānī  
Jāṇe badhī mashkarī e  
Sagān dīṭhān men shāh ālamanān  
Bhīkh māgatān sherīe

Dīṭhān ayodhyā beṭ dvārikā  
Nāthadvār ne haradvārī  
Gharane āngaṇe surat dekhatān  
Chhātī dhabake chhe mārī  
Gurjaragiri saurāṣhṭra hāl shān  
Hāya kāḷanā kāḷā kera  
Dakhkhaṇane duahkhamān dekhī  
Shatru ānkh viṣhe paṇ āve fera  
Hajī jovī shī bākī nishānī  
Rahī re vināsh kerī e  
Sagān dīṭhān men shāh ālamanān  
Bhīkh māgatān sherīe

Koṭī gaṇān tunthī moṭā te  
Khoṭā paḍī gayā visarāī  
Shī tārī sattā re rājā  
Sinha samīp chakalī tun bhāī  
Rajakaṇ tun himālaya pāse  
Vāyu vāya jarī jor thakī  
Īshvar jāṇe ūḍī jashe kyā  
Shodhyo maḷavāno n nakī  
Shakti vahem sattā paḍachhāyo  
Hā chhāyā rūperī e  
Sagān dīṭhān men shāh ālamanān  
Bhīkh māgatān sherīe

Dravya maṭoḍun hinmat kumati  
Ḍahāpaṇ kādavanun ḍahoḷun  
Mānapān pāṇī parapoṭo  
Kuḷ abhimān kahun polun  
Āgaḷ pāchhaḷ jone rājā  
Sattādhish ke koṭipati  
Ranka game evo daradī paṇa  
Marashe nahi te tārī vatī  
Bhūlāī javun marave e bahu  
Duahkh sarjyun kāḷ namerī e  
Sagān dīṭhān men shāh ālamanān  
Bhīkh māgatān sherīe

Kulīn kuḷamān kajāt putro  
Pragaṭ dise ā duniyāmān  
Baḷiyā vanshaj juo bāyalā  
Rogī nirogīnī jagyāmān  
Sṛuṣhṭiniyam faratun chakkar e  
Nīchethī ūpar chaḍhatun  
Chaḍhe te thakī bamaṇe vege  
Pṛuthvī par paṭakāī paḍatun  
Shī kahun kāḷ ajab balihārī  
Viduramukhī tuj laherī e  
Sagān dīṭhān men shāh ālamanān  
Bhīkh māgatān sherīe

* * *

Source : બહેરામજી મલબારી

* * *
