સાંભળ રે મારી સજની નાર - Sambhal Re Mari Sajani Naar - Gujarati & English Lyrics

સાંભળ રે મારી સજની નાર
વ્રજમાં ક્યાં રમી આવ્યાં જી રે;

હમણાં ચીર પે’ર્યા’તાં ઈ ચીર ક્યાં ચોળાણાં જી રે !
વનરાવનને મારગ જાતાં સૈયરું સામી માળિયું જી રે,
સૈયરું હારે હમચી ખૂંદી, ચીર ત્યાં ચોખાણાં જી રે !
સાંભળ રે મારી…

હમણાં આંજણ આંજ્યાં’તાં ઈ આંજણ ક્યાં ભૂંસાણા જી રે !
વનરાવનને મારગ જાતાં મા-બાપ સામા માળિયાં જી રે,
મા-બાપ દેખી આંસું આવ્યાં, આંજણ ન્યાં ભૂંસાણા જી રે !
સાંભળ રે મારી…

હમણા વેણી વાળી’તી ઈ વેણી ક્યાં વીખાણી જી રે !
વનરાવનને મારગ જાતાં ભમરો સામો મળિયો જી રે,
ભમરો મારી વેણીએ બેઠો, વેણી ત્યાં વીખાણી જી રે !
સાંભળ રે મારી…

હમણા ટીલડી ચોડી ત. ઈ ટીલડી ક્યાં ખોવાણી જી રે !
વનરાવનને મારગ જાતાં, મા દેવ સામા માળિયા જી રે,
માદેવ દેખી પગમાં પડ્યા, ટીલડી ત્યાં ખોવાણી જી રે !
સાંભળ રે મારી…

Sambhal Re Mari Sajani Naar

Sanbhal re mari sajani nar
Vrajaman kyan rami avyan ji re;

Hamanan chir pe’rya’tan i chir kyan cholanan ji re !
Vanaravanane marag jatan saiyarun sami maliyun ji re,
Saiyarun hare hamachi khundi, chir tyan chokhanan ji re !
Sanbhal re mari…

Hamanan anjan anjyan’tan i anjan kyan bhunsan ji re !
Vanaravanane marag jatan ma-bap sam maliyan ji re,
Ma-bap dekhi ansun avyan, anjan nyan bhunsan ji re !
Sanbhal re mari…

Haman veni vali’ti i veni kyan vikhani ji re !
Vanaravanane marag jatan bhamaro samo maliyo ji re,
Bhamaro mari venie betho, veni tyan vikhani ji re !
Sanbhal re mari…

Haman tiladi chodi ta. I tiladi kyan khovani ji re !
Vanaravanane marag jatan, m dev sam maliya ji re,
Madev dekhi pagaman padya, tiladi tyan khovani ji re !
Sanbhal re mari…

સાંભળ ને મારીસજની નાર. (2017, August 26). YouTube