સરોવર પાળે આંબલિયો - Sarovar Pale Ambaliyo - Gujarati & English Lyrics

સરોવર પાળે આંબલિયો,
આંબે ઝાઝા મોર, મલૂગર આંબલિયો.

એક તો મોરલો ઊડી ગયો,
ગિયો દાદાને દેશ, મલૂગર આંબલિયો.

દાદા ધીડી દખિયાં,
વીરને આણે મેલ્ય, મલૂગર આંબલિયો.

વીરો આવ્યો સીમડીએ,
સીમું લે’રે જાય, મલૂગર આંબલિયો.

વીરો આવ્યો વાડીએ,
વાડીએ ટૌકે મોર, મલૂગર આંબલિયો.

વીરો આવ્યો સ્ત્રોવરીએ,
સ્ત્રોવર લે રે જાય, મલૂગર આંબલિયો.

વીરો આવ્યો ઝાંપલીએ,
ઝાંપે ધડૂસિયા ઢોલ, મલૂગર આંબલિયો.

વીરો આવ્યો શેરીએ,
શેરી લે’રે જાય, મધૂગર આંબલિયો,

વીરો આવ્યો આંગણીએ,
મળી ચૂડાળી બે’ન, મલૂગર આંબલિયો.

નણદી વળાવ્યાં સાસર,
બનીને પૂરાં રાજ, મલૂગર આંબલિયો.

Sarovar Pale Ambaliyo

Sarovar pale anbaliyo,
Anbe zaz mora, malugar anbaliyo.

Ek to moralo udi gayo,
Giyo dadane desha, malugar anbaliyo.

Dad dhidi dakhiyan,
Virane ane melya, malugar anbaliyo.

Viro avyo simadie,
Simun le’re jaya, malugar anbaliyo.

Viro avyo vadie,
Vadie tauke mora, malugar anbaliyo.

Viro avyo strovarie,
Strovar le re jaya, malugar anbaliyo.

Viro avyo zanpalie,
Zanpe dhadusiya dhola, malugar anbaliyo.

Viro avyo sherie,
Sheri le’re jaya, madhugar anbaliyo,

Viro avyo anganie,
Mali chudali be’na, malugar anbaliyo.

Nanadi valavyan sasara,
Banine puran raja, malugar anbaliyo.