સતી કે છે શંકર તમે સાંભળો - Sati Ke Chhe Shankar Tame Sambhalo - Gujarati & english Lyrics

સતી કે છે શંકર તમે સાંભળો
અમારે પિયરિયામાં જગન હોય
રટણ કરવાં રામનાં…

શંકર કે છે સતી તમે સાંભળો
તમારા પિયરિયાની કંકોતરી કેમ નાવી?
રટણ કરવાં રામનાં…

સતી કે છે શંકર તમે સાંભળો
અમારે દીકરિયુંને કંકોતરી ન હોય
રટણ કરવાં રામનાં…

સતી જઈને જગનમાં ઉભાં રિયાં
સતીને ન દીધાં માન ને પાન
રટણ કરવાં રામનાં…

સતી થાપને થાપને ફરી વળ્યાં
ક્યાંય ન જોયું જટાળાનું ચાપન
રટણ કરવાં રામનાં …

સતી જઈને જગનમાં બળી મર્યા
એનો જગન પૂરો ન હોય
રટણ કરવાં રામનાં

એવી આકાશી ડમરૂ વાગિયાં
એવાં ગાજ્યાં છે પોર ગમન
રટણ કરવાં રામનાં …

Sati Ke Chhe Shankar Tame Sambhalo

Sati ke chhe shankar tame sanbhalo
Amare piyariyaman jagan hoya
Raṭan karavan ramanan…

Shankar ke chhe sati tame sanbhalo
Tamar piyariyani kankotari kem navi? Raṭan karavan ramanan…

Sati ke chhe shankar tame sanbhalo
Amare dikariyunne kankotari n hoya
Raṭan karavan ramanan…

Sati jaine jaganaman ubhan riyan
Satine n didhan man ne pana
Raṭan karavan ramanan…

Sati thapane thapane fari valyan
Kyanya n joyun jatalanun chapana
Raṭan karavan ramanan …

Sati jaine jaganaman bali marya
Eno jagan puro n hoya
Raṭan karavan ramanan

Evi akashi damaru vagiyan
Evan gajyan chhe por gamana
Raṭan karavan ramanan …

Sati Ke Chhe Shankar Tame Samhlo Gujrati Shiv Bhajan Arvind Barot [Full Song] I Shiv Parne Chhe. (2013, February 12). YouTube