શબ્દ પેલે પારને તું જોઈ લે - Shabda Pele Parane Tun Joi Le - Gujarati

શબ્દ પેલે પારને તું જોઈ લે

શબ્દ પેલે પારને તું જોઈ લે ને પરમના સારને તું જોઈ લે
પર્ણ, ડાળી, ફૂલ, ફળ આકાર છે, વૃક્ષના આધારને તું જોઈ લે
જે સ્વયં તો પર રહ્યો આ તંત્રથી તે તણા વિસ્તારને તું જોઈ લે
સુક્ષ્મથી પણ સુક્ષ્મ ખૂદ તારા મહી પૂર્ણતાના દ્વારને તું જોઈ લે
ભવ્યથી પણ ભવ્ય ને લયલીન છે, ઈશ્વરી દરબારને તું જોઈ લે
ભીતરી મારગ વિના આરો નથી, ત્યાં જ મળશે દ્વાર; ને તું જોઈ લે
છે નહિ પણ ફક્ત જે દેખાય છે, એ સકળ સંસારને તું જોઈ લે


शब्द पेले पारने तुं जोई ले

शब्द पेले पारने तुं जोई ले ने परमना सारने तुं जोई ले
पर्ण, डाळी, फूल, फळ आकार छे, वृक्षना आधारने तुं जोई ले
जे स्वयं तो पर रह्यो आ तंत्रथी ते तणा विस्तारने तुं जोई ले
सुक्ष्मथी पण सुक्ष्म खूद तारा मही पूर्णताना द्वारने तुं जोई ले
भव्यथी पण भव्य ने लयलीन छे, ईश्वरी दरबारने तुं जोई ले
भीतरी मारग विना आरो नथी, त्यां ज मळशे द्वार; ने तुं जोई ले
छे नहि पण फक्त जे देखाय छे, ए सकळ संसारने तुं जोई ले


Shabda Pele Parane Tun Joi Le

Shabda pele parane tun joi le ne paramana sarane tun joi le
Parna, dali, fula, fal akar chhe, vrukshana adharane tun joi le
Je svayan to par rahyo a tantrathi te tana vistarane tun joi le
Sukshmathi pan sukshma khud tara mahi purnatana dvarane tun joi le
Bhavyathi pan bhavya ne layalin chhe, ishvari darabarane tun joi le
Bhitari marag vina aro nathi, tyan j malashe dvara; ne tun joi le
Chhe nahi pan fakta je dekhaya chhe, e sakal sansarane tun joi le


Shabda pele pārane tun joī le

Shabda pele pārane tun joī le ne paramanā sārane tun joī le
Parṇa, ḍāḷī, fūla, faḷ ākār chhe, vṛukṣhanā ādhārane tun joī le
Je svayan to par rahyo ā tantrathī te taṇā vistārane tun joī le
Sukṣhmathī paṇ sukṣhma khūd tārā mahī pūrṇatānā dvārane tun joī le
Bhavyathī paṇ bhavya ne layalīn chhe, īshvarī darabārane tun joī le
Bhītarī mārag vinā āro nathī, tyān j maḷashe dvāra; ne tun joī le
Chhe nahi paṇ fakta je dekhāya chhe, e sakaḷ sansārane tun joī le


Source : સ્વરઃ સાધના સરગમ ગઝલઃ સંધ્યા ભટ્ટ
સંગીતઃ પરેશ નાયક (આલ્બમઃ શબ્દ પેલે પાર)