શમણાંઓ વિખાઈ ગયાં - Shamanano Vikhai Gayan - Gujarati

શમણાંઓ વિખાઈ ગયાં

શમણાંઓ વિખાઈ ગયાં
આંસુડાના બિન્દુ થઈને આંખોમાં છૂપાઈ ગયાં

શમણાંઓ વિખાઈ ગયાં
આંસુડાના બિન્દુ થઈને આંખોમાં છૂપાઈ ગયાં

જીવનનું મેં અમૃત દીઠું બંધ આંખોને લાગ્યું મીઠું
જીવનનું મેં અમૃત દીઠું બંધ આંખોને લાગ્યું મીઠું
આંખ ઉઘડતાં થયું અદીઠું જામ ભર્યાં ઢોળાઈ ગયાં

શમણાંમાં મેં જીવતર જોયું, પ્રીતિનું પાનેતર જોયું
આશાની મેં ગૂંથી વેણી
આશાની મેં ગૂંથી વેણી, ત્યાં ફૂલ કરમાઈ ગયાં

ઝબકી ઝબકી ને જાગું છું. સ્વપ્નો ફરી જોવા માગુ છું
ઝબકી ઝબકી ને જાગું છું, સ્વપ્નો ફરી જોવા માગુ છું
ખોયેલાં સપના ક્યાં ખોળું, ખોળું ત્યાં તો ખોવાઈ ગયાં

શમણાંઓ વિખાઈ ગયાં
આંસુડાના બિન્દુ થઈને આંખોમાં છૂપાઈ ગયાં
શમણાંઓ વિખાઈ ગયાં


शमणांओ विखाई गयां

शमणांओ विखाई गयां
आंसुडाना बिन्दु थईने आंखोमां छूपाई गयां

शमणांओ विखाई गयां
आंसुडाना बिन्दु थईने आंखोमां छूपाई गयां

जीवननुं में अमृत दीठुं बंध आंखोने लाग्युं मीठुं
जीवननुं में अमृत दीठुं बंध आंखोने लाग्युं मीठुं
आंख उघडतां थयुं अदीठुं जाम भर्यां ढोळाई गयां

शमणांमां में जीवतर जोयुं, प्रीतिनुं पानेतर जोयुं
आशानी में गूंथी वेणी
आशानी में गूंथी वेणी, त्यां फूल करमाई गयां

झबकी झबकी ने जागुं छुं. स्वप्नो फरी जोवा मागु छुं
झबकी झबकी ने जागुं छुं, स्वप्नो फरी जोवा मागु छुं
खोयेलां सपना क्यां खोळुं, खोळुं त्यां तो खोवाई गयां

शमणांओ विखाई गयां
आंसुडाना बिन्दु थईने आंखोमां छूपाई गयां
शमणांओ विखाई गयां


Shamanano Vikhai Gayan

Shamanano vikhai gayan
Ansudana bindu thaine ankhoman chhupai gayan

Shamanano vikhai gayan
Ansudana bindu thaine ankhoman chhupai gayan

Jivananun men amrut dithun banda ankhone lagyun mithun
Jivananun men amrut dithun banda ankhone lagyun mithun
Ankh ughadatan thayun adithun jam bharyan dholai gayan

Shamananman men jivatar joyun, pritinun panetar joyun
Ashani men gunthi veni
Ashani men gunthi veni, tyan ful karamai gayan

Zabaki zabaki ne jagun chhun. Svapno fari jova magu chhun
Zabaki zabaki ne jagun chhun, svapno fari jova magu chhun
Khoyelan sapana kyan kholun, kholun tyan to khovai gayan

Shamanano vikhai gayan
Ansudana bindu thaine ankhoman chhupai gayan
Shamanano vikhai gayan


Shamaṇāno vikhāī gayān

Shamaṇāno vikhāī gayān
Ānsuḍānā bindu thaīne ānkhomān chhūpāī gayān

Shamaṇāno vikhāī gayān
Ānsuḍānā bindu thaīne ānkhomān chhūpāī gayān

Jīvananun men amṛut dīṭhun banḍa ānkhone lāgyun mīṭhun
Jīvananun men amṛut dīṭhun banḍa ānkhone lāgyun mīṭhun
Ānkh ughaḍatān thayun adīṭhun jām bharyān ḍhoḷāī gayān

Shamaṇānmān men jīvatar joyun, prītinun pānetar joyun
Āshānī men gūnthī veṇī
Āshānī men gūnthī veṇī, tyān fūl karamāī gayān

Zabakī zabakī ne jāgun chhun. Svapno farī jovā māgu chhun
Zabakī zabakī ne jāgun chhun, svapno farī jovā māgu chhun
Khoyelān sapanā kyān khoḷun, khoḷun tyān to khovāī gayān

Shamaṇāno vikhāī gayān
Ānsuḍānā bindu thaīne ānkhomān chhūpāī gayān
Shamaṇāno vikhāī gayān


Source : સ્વરઃ ગીતા રોય અને મુકેશ
ગીતઃ પ્રફુલ્લ દેસાઈ
સંગીતઃ મુકુલ રોય
ચિત્રપટઃ વિધાતા (૧૯૫૬)