શેરી વચાળે ઊભી 'તી - Sheri Vachale Ubhi Ti - Gujarati & English Lyrics

શેરી વચાળે ઊભી 'તી ને નરમળ નરમળ જોતી’તી,
વાટલડી જોતી’તી દીનાનાથની.

દીનોનાથ ઘેરે આવિયા ને ચંપો મરવો લાવિયા,
લાવીને રોપ્યો છે રાધા-આંગણે.

નહીં રાંધું ને નહીં પીરસું જી, નહીં વલોણું તાણું જી,
રિસાઈ પોઢ્યાં રે રાણી રુખમણી.

જેઠ બેઠા આંગણીએ ને સાસુ બેઠાં રાંધણીએ;
પીરસો તો જમીએ રે રાણી રુખમણી.

બાર દી’ના ભૂખ્યાં છે, ને તેર દી’ના તરસ્યાં છે,
પીરસો તો જમીએ રે રાણી રુખમણી.

બાર જણીઉ રાંધે છે, ને તેરમી વલોવે છે,
વાંસો વાળી ઊભાં રાણી રુખમણી.

અમારા ને મૈયરિયાં, અમારા ને પિયરિયાં;
તિયાં ને મેલો રે દીનાનાથજી.

અઢાર ગજ વડ ઊંચો છે ને પંદર ગજ વડ પો’ળો છે,
તિયાં ને વિરામો રાણી રુખમણી.

માને ધીડી મળે છે, મારે આંસુ ઝરે છે
માતાને આંસુડે સરવર છલી વળ્યાં.

માને ધીડી મળે છે, ધીડો ધરાક મેલે છે,
ધીડીને ધ્રૂસકડે ડુંગર ડોલિયા.

કાચી માટીનાં માતા અમે ઘડચા,તાતા તેલમાં અમને તળ્યા,
મૂરખડો ભરથાર રે માતા અમે વર્યાં.

ગંગા માર્ટીનાં ઘીડી તમે ઘડ્યાં, ગંગાજમના તમે વર્યાં,
શ્રીકૃષ્ણ ભરથાર રે ધીડી તમે વર્યા.

Sheri Vachale Ubhi Ti

Sheri vachale ubhi 'ti ne naramal naramal joti’ti,
Vaṭaladi joti’ti dinanathani.

Dinonath ghere aviya ne chanpo maravo laviya,
Lavine ropyo chhe radha-angane.

Nahin randhun ne nahin pirasun ji, nahin valonun tanun ji,
Risai podhyan re rani rukhamani.

Jeth beth anganie ne sasu bethan randhanie;
Piraso to jamie re rani rukhamani.

Bar di’n bhukhyan chhe, ne ter di’n tarasyan chhe,
Piraso to jamie re rani rukhamani.

Bar janiu randhe chhe, ne terami valove chhe,
Vanso vali ubhan rani rukhamani.

Amar ne maiyariyan, amar ne piyariyan;
Tiyan ne melo re dinanathaji.

Adhar gaj vad uncho chhe ne pandar gaj vad po’lo chhe,
Tiyan ne viramo rani rukhamani.

Mane dhidi male chhe, mare ansu zare chhe
Matane ansude saravar chhali valyan.

Mane dhidi male chhe, dhido dharak mele chhe,
Dhidine dhrusakade dungar doliya.

Kachi matinan mat ame ghadacha,tat telaman amane talya,
Murakhado bharathar re mat ame varyan.

Ganga martinan ghidi tame ghadyan, gangajaman tame varyan,
Shrikrushna bharathar re dhidi tame varya.