સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી - Sonalānun Beḍalun Tārī Rūpānī Inḍhoṇī - Lyrics

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

કોના તે ઘરના ભરીશ પાણી રાજ રાજવણ
કહે તો ઉતારું તારું બેડલું હો જી
કહે તો ઓવારું મારું દલડું હો જી

જોઈને વિચારી મારગ રોકજે જુવાનડા
કાંઈ નથી તારે મારે નેડા રાજ રાજિયા
મેલી દે નીચો મારો છેડલો હો જી
છોડી દે નીચો મારો છેડલો હો જી

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

તારે બેડલિયે ગોરી મન મારા મોહ્યાં
હૈયાના હીર મારા ખોયા રાજ રાજવણ
કહે તો ઉતારું તારું બેડલું હો જી
કહે તો ઓવારું મારું દલડું હો જી

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

મારે રે બેડલિયે રાજ રાજિયા રે મોહ્યાં
રાજપાટ એના એણે ખોયા રાજ રાજિયા
મેલી દે નીચો મારો છેડલો હો જી
છોડી દે નીચો મારો છેડલો હો જી

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી

રાજપાટ તો નથી, રે’વા મારે કુબો
એનું કરીશું માન, સુબો રાજ રાજિયા
મેલી દે નીચો મારો છેડલો હો જી
છોડી દે નીચો મારો છેડલો હો જી

સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી
સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી


Sonalānun Beḍalun Tārī Rūpānī Inḍhoṇī

Sonalānun beḍalun tārī rūpānī īnḍhoṇī

Konā te gharanā bharīsh pāṇī rāj rājavaṇ
kahe to utārun tārun beḍalun ho jī
kahe to ovārun mārun dalaḍun ho jī

Joīne vichārī mārag rokaje juvānaḍā
Kānī nathī tāre māre neḍā rāj rājiyā
melī de nīcho māro chheḍalo ho jī
chhoḍī de nīcho māro chheḍalo ho jī

Sonalānun beḍalun tārī rūpānī īnḍhoṇī

Tāre beḍaliye gorī man mārā mohyān
Haiyānā hīr mārā khoyā rāj rājavaṇ
kahe to utārun tārun beḍalun ho jī
kahe to ovārun mārun dalaḍun ho jī

Sonalānun beḍalun tārī rūpānī īnḍhoṇī

Māre re beḍaliye rāj rājiyā re mohyān
Rājapāṭ enā eṇe khoyā rāj rājiyā
melī de nīcho māro chheḍalo ho jī
chhoḍī de nīcho māro chheḍalo ho jī

Sonalānun beḍalun tārī rūpānī īnḍhoṇī

Rājapāṭ to nathī, re’vā māre kubo
Enun karīshun māna, subo rāj rājiyā
melī de nīcho māro chheḍalo ho jī
chhoḍī de nīcho māro chheḍalo ho jī

Sonalānun beḍalun tārī rūpānī īnḍhoṇī
Sonalānun beḍalun tārī rūpānī īnḍhoṇī

Source: Mavjibhai