સોનાને લાગે ક્યાંથી કાટ? - Sonane Lage Kyanthi Kata? - Gujarati

સોનાને લાગે ક્યાંથી કાટ?

સોનાને લાગે ક્યાંથી કાટ?
સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ?

લોઢું આ કટાઈ જાય, તાંબુ આ લીલુંડું થાય
ઝેરીલા વાયરામાં જાતે ખવાઈ જાય

         સોનાને કોઈ ના ઊચાટ

સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ?

દુનિયાના દરિયાની આ ખારી હવામાં રાખું
અંગે ઓપાઉં અથવા કાદવ કીચડમાં નાખું

         સોનું ન થાય સીસમપાટ

સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ?

સોનુ ના સડતું કોઈ દિ હલકી ધાતુને પગલે
સોનાનું સત ના બદલે સોનાની પત ના બદલે

          બદલે ભલેને એનો ઘાટ

સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ?


सोनाने लागे क्यांथी काट?

सोनाने लागे क्यांथी काट?
संसारी मनवा, सोनाने लागे क्यांथी काट?

लोढुं आ कटाई जाय, तांबु आ लीलुंडुं थाय
झेरीला वायरामां जाते खवाई जाय

         सोनाने कोई ना ऊचाट

संसारी मनवा, सोनाने लागे क्यांथी काट?

दुनियाना दरियानी आ खारी हवामां राखुं
अंगे ओपाउं अथवा कादव कीचडमां नाखुं

         सोनुं न थाय सीसमपाट

संसारी मनवा, सोनाने लागे क्यांथी काट?

सोनु ना सडतुं कोई दि हलकी धातुने पगले
सोनानुं सत ना बदले सोनानी पत ना बदले

          बदले भलेने एनो घाट

संसारी मनवा, सोनाने लागे क्यांथी काट?


Sonane Lage Kyanthi Kata?

Sonane lage kyanthi kata? Sansari manava, sonane lage kyanthi kata?

Lodhun a katai jaya, tanbu a lilundun thaya
Zerila vayaraman jate khavai jaya

         sonane koi na uchata

Sansari manava, sonane lage kyanthi kata?

Duniyana dariyani a khari havaman rakhun
Ange opaun athava kadav kichadaman nakhun

         sonun n thaya sisamapata

Sansari manava, sonane lage kyanthi kata?

Sonu na sadatun koi di halaki dhatune pagale
Sonanun sat na badale sonani pat na badale

          badale bhalene eno ghata

Sansari manava, sonane lage kyanthi kata?


Sonāne lāge kyānthī kāṭa?

Sonāne lāge kyānthī kāṭa? Sansārī manavā, sonāne lāge kyānthī kāṭa?

Loḍhun ā kaṭāī jāya, tānbu ā līlunḍun thāya
Zerīlā vāyarāmān jāte khavāī jāya

         sonāne koī nā ūchāṭa

Sansārī manavā, sonāne lāge kyānthī kāṭa?

Duniyānā dariyānī ā khārī havāmān rākhun
Ange opāun athavā kādav kīchaḍamān nākhun

         sonun n thāya sīsamapāṭa

Sansārī manavā, sonāne lāge kyānthī kāṭa?

Sonu nā saḍatun koī di halakī dhātune pagale
Sonānun sat nā badale sonānī pat nā badale

          badale bhalene eno ghāṭa

Sansārī manavā, sonāne lāge kyānthī kāṭa?


Source : સ્વરઃ હેમન્તકુમાર
ગીતઃ વેણીભાઈ પુરોહિત
સંગીતઃ સુરેશકુમાર
ચિત્રપટઃ ગુણસુંદરીનો ઘરસંસાર (૧૯૭૨)