સ્થિર જળ સાથે અટકચાળા ન કર - Sthir Jal Sathe Atakchala Na Kar - Lyrics

સ્થિર જળ સાથે અટકચાળા ન કર

સ્થિર જળ સાથે અટકચાળા ન કર
કાંકરા નાખીને કૂંડાળા ન કર
લોક દિવાળી ભલેને ઊજવે
પેટ બાળીને તું અજવાળા ન કર
આજથી ગણ આવનારી કાલને
પાછલાં વરસોના સરવાળા ન કર
ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે
ઈંટને તોડીને ઢેખાળા ન કર
થઈ શકે તો રૂબરૂ આવીને મળ
ઊંઘમાં આવીને ગોટાળા ન કર
– ’ખલીલ’ ધનતેજવી


Sthir Jal Sathe Atakchala Na Kar

Sthir jaḷ sāthe aṭakachāḷā n kara
Kānkarā nākhīne kūnḍāḷā n kara
Lok divāḷī bhalene ūjave
Peṭ bāḷīne tun ajavāḷā n kara
Ājathī gaṇ āvanārī kālane
Pāchhalān varasonā saravāḷā n kara
Kyānka paththar fenkavānun man thashe
Īnṭane toḍīne ḍhekhāḷā n kara
Thaī shake to rūbarū āvīne maḷa
Ūnghamān āvīne goṭāḷā n kara
– ’Khalīla’ Dhanatejavī