સવા બશેરનું મારું દાતરડું રે લોલ - Sva Basher Nu Maru Datardu Re Lol - Gujarati & English Lyrics

સવા બશેરનું મારું દાતરડું રે લોલ
ઘડ્યું ઓલ્યા લાલિયે લુહાર
મુંજા વાલમજી લોલ
હવે મેં જાઉ વીડી વાઢવા રે લોલ

સાવ રે સોનાનું મારું દાતરડું લોલ
હીરનો બંધિયો હાથ,મુંજા વાલમજી લોલ
હવે મેં જાઉ વીડી વાઢવા રે લોલ…
સવા બશેરનું મારું

પરણ્ય વાયા છે પાંચ પૂળકા રે લોલ
મેં રે વાઢયા દસ વીસ, મુંજા વાલમજી લોલ !
હવે મેં જાઉ વીડી વાઢવા રે લોલ…
સવા બશેરનું મારું…

પરણ્યો લાવે છે રોજ પાવલી રે લોલ
હું રે લ્યાવું છું રૂપિયા દોઢ, મુંજા વાલમજી લોલ !
હવે ન જાઉ વીડી વાઢવા રે લોલ…
સવા બશેરનું મારું…

પરણ્યાનો ભારો મેં ચડાવિયો રે લોલ
હું રે ઊભી વનવાટ, મુંજા વાલમજી લોલ !
હવે ને જાઉ વીડી વાઢવા રે લોલ…
સવા બશેરનું મારું…

વાટે નીકળ્યા વાટેમારગુ ૨ લાલ
ભાઈ મુને ભારલો ચડાવ, મુંજા વાલમજી લોલ !
હવે ન જાઉ વીડી વાઢવા રે લોલ…
સવા બશેરનું મારું

પરણ્યાને આવી પાલી જારડી રે લોલ
મારે આવેલ માણે ઘઉં, મુંજા વાલમજી લોલ !
વે ન જાઉં વીડી વાઢવા રે લોલ…
સવા બશેરનું મારું.

પરણ્ય ભર્યું છે એનું પેટકે રે લોલ
મે રે જમાડ્યો મારો વોર, મુંજા વાલમજી લોલ
હવે મેં જાઉ વીડી વાઢવા રે લોલ…
સવા બશેરનું મારું.

Sva Basher Nu Maru Datardu Re Lol

Sav basheranun marun dataradun re lola
Ghadyun olya laliye luhar
Munja valamaji lola
Have men jau vidi vadhav re lola

Sav re sonanun marun dataradun lol
Hirano bandhiyo hatha,munja valamaji lola
Have men jau vidi vadhav re lola… Sav basheranun marun

Paranya vaya chhe pancha pulak re lol
Men re vadhaya das visa, munja valamaji lol ! Have men jau vidi vadhav re lola…
Sav basheranun marun…

Paranyo lave chhe roj pavali re lola
Hun re lyavun chhun rupiya dodha, munja valamaji lol ! Have n jau vidi vadhav re lola… Sav basheranun marun…

Paranyano bharo men chadaviyo re lol
Hun re ubhi vanavaṭa, munja valamaji lol !
Have ne jau vidi vadhav re lola… Sav basheranun marun…

Vate nikalya vatemaragu 2 lala
Bhai mune bharalo chadava, munja valamaji lol ! Have n jau vidi vadhav re lola… Sav basheranun marun

Paranyane avi pali jaradi re lola
Mare avel mane ghaun, munja valamaji lol !
Ve n jaun vidi vadhav re lola… Sav basheranun marun.

Paranya bharyun chhe enun peṭake re lola
Me re jamadyo maro vora, munja valamaji lol
Have men jau vidi vadhav re lola… Sav basheranun marun.

સવા બશેરનું મારું દાતરડું. હેમુ ગઢવી અને દિના ગાંધર્વ. Sava bashernu maru datardu. Hemu Gadhvi. (2015, November 7). YouTube