તમે જ તમારા ખુદા બનો! - Tame J Tamar Khud Bano! - Lyrics

તમે જ તમારા ખુદા બનો!

કોઈ કલા સ્વરૂપે જગતથી જુદા બનો
નકશો બનો, કવિતા બનો, વાર્તા બનો

ઋષિ, મુનિ, નબીની બીજી ફિલસૂફી છે શું?
જે કંઈ બનો તે આશા તથા ભય વિના બનો

પગભર તો છો તમે, હવે આગળ તમારું કામ
રસ્તો બનો તમારો, તમારી દિશા બનો

દુનિયાના બંધનોથી જો હો છૂટવું મરીઝ
બસ આજથી તમે જ તમારા ખુદા બનો!

-મરીઝ


Tame J Tamar Khud Bano!

Koi kal swarupe jagatathi jud bano
Nakasho bano, kavit bano, varṭa bano

Hrushi, muni, nabini biji filasufi chhe shun?
Je kani bano te ash tath bhaya vin bano

Pagabhar to chho tame, have agal tamarun kama
Rasto bano tamaro, tamari dish bano

Duniyan bandhanothi jo ho chhuṭavun mariza
Bas ajathi tame j tamar khud bano!

-Mariza