તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે - Tame Man Muki Varso, Zapatu Aapane Nahi Dave - Lyrics

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
– ખલીલ ધનતેજવી


Tame Man Muki Varso, Zapatu Aapane Nahi Dave

Tame man mūkī varaso, zāpaṭun āpaṇane nahīn fāve,
Ame helīnā māṇasa, māvaṭhun āpaṇane nahīn fāve. Kaho to māchhalīnī ānkhamān ḍūbakī dai āvun,
Paṇ ā chhīchharun khābochiyun āpaṇane nahīn fāve. Tun nahīn āve to e nā āvavun paṇ fāvashe amane,
Ghare āvī, tārun pāchhun javun, āpaṇane nahīn fāve. Tane chāhun, ne tārā chāhanārāone paṇ chāhun ? Tun dil āpī de pāchhun, ā badhun āpaṇane nahīn fāve
Tamācho khāī lau gāndhīgīrīnā nām par hun paṇa,
Paṇ ā patnīne bā sanbodhavun, āpaṇane nahīn fāve.
– Khalīl Dhanatejavī