તનમનિયાં - Tanamaniyan - Lyrics

તનમનિયાં

આકાશે સંધ્યા ખીલી’તી માથે સાતમ કેરો ચાંદ
બાગ મહિં ફરતા’તા સાથે પૂછું હું ફુલોનાં નામ
એક નામ એવું મીઠું
સાંભળતાં દીલમાં પેઠું

નાના નાના છોડો ઉપર નાનાં નાનાં ફૂલડાં બહુ
સાથે ઊભા’તા એ જોતાં પૂછ્યું: ‘આનાં નામો શું’
કહ્યું ‘નામ છે તનમનિયાં’
સાંભળતા એ મન ગમિયાં

કુમળાં નહિ એ જુઈ જેવાં ગુલાબ જેવી વાસ નહિ
પણ તેનાં એ નામ મહિં છે એવું મીઠું કૈંક સહી
સાંભળતાં ‘તનમનિયાં’ નામ
થાયે જાણે સુણિયું ગાન

ગુલાબ ડોલર જૂઈ તે તો દૂરેથી પરખાવે વાસ
કિન્તુ તનમનિયાં ફૂલડાં તો નામ થકી રહે અંતરપાસ
ભલે ન હોય તેમાં કાંઈ સુવાસ
નામ મહિં ભરિયો ઉલ્લાસ

-પ્રહ્લાદ પારેખ


Tanamaniyan

Akashe sandhya khili’ti mathe satam kero chanda
Bag mahin farata’t sathe puchhun hun fulonan nama
Ek nam evun mithun
Sanbhalatan dilaman pethun

Nan nan chhodo upar nanan nanan fuladan bahu
Sathe ubha’t e jotan puchhyun: ‘anan namo shun’
Kahyun ‘nam chhe tanamaniyan’
Sanbhalat e man gamiyan

Kumalan nahi e jui jevan gulab jevi vas nahi
Pan tenan e nam mahin chhe evun mithun kainka sahi
Sanbhalatan ‘tanamaniyan’ nama
Thaye jane suniyun gana

Gulab dolar jui te to durethi parakhave vasa
Kintu tanamaniyan fuladan to nam thaki rahe antarapasa
Bhale n hoya teman kani suvasa
Nam mahin bhariyo ullasa

-prahlad parekha

Source: Mavjibhai