વહાલો પ્રેમને વશ થયા રાજી રે - Vahalo Prem Ne Vash Thaya Raji Re - Gujarati & English Lyrics

વહાલો પ્રેમને વશ થયા રાજી રે,
એમાં શું કરે પંડિત ને કાજી રે. વહાલો૦

કરમાબાઇનો આરોગ્યો ખીચડો,
ને વિદુરની ખાધી ભાજી,
જૂઠાં બોર શબરીનાં ખાધાં,
વહાલે છપ્પન ભોગ મેલ્યાં, ત્યાગી રે. વહાલો૦

વિદુર ઘેર શ્રીકૃષ્ણ પધાર્યા,
ને કેળાં આણ્યાં’તાં માંગી,
ગર્ભ કાઢી નાખીને છાલ ખવડાવી,
વહાલે તોયે ન જોયું ન જાગી રે. વહાલો૦

ગણિકા હતી તે પોપટને પઢાવતી,
ને તેમાંથી લેહ લાગી,
ભગવાન હતા તે સહેજમાં મળ્યા,
એની સંસારની ભ્રમણા ભાગી રે. વહાલો૦

ભક્તની લોક નિંદા કરે,
ને જગત થયું છે પાજી,
ભલે મળ્યા મહેતા ‘નરસિંહ’ના સ્વામી,
માથે ગિરધર રહ્યો છે ગાજી રે. વહાલો૦

Vahalo Prem Ne Vash Thaya Raji Re

Vahālo premane vash thayā rājī re,
Emān shun kare panḍit ne kājī re. Vahālo0

Karamābāino ārogyo khīchaḍo,
Ne viduranī khādhī bhājī,
Jūṭhān bor shabarīnān khādhān,
Vahāle chhappan bhog melyān, tyāgī re. Vahālo0

Vidur gher shrīkṛuṣhṇa padhāryā,
Ne keḷān āṇyān’tān māngī,
Garbha kāḍhī nākhīne chhāl khavaḍāvī,
Vahāle toye n joyun n jāgī re. Vahālo0

Gaṇikā hatī te popaṭane paḍhāvatī,
Ne temānthī leh lāgī,
Bhagavān hatā te sahejamān maḷyā,
Enī sansāranī bhramaṇā bhāgī re. Vahālo0

Bhaktanī lok nindā kare,
Ne jagat thayun chhe pājī,
Bhale maḷyā mahetā ‘narasinha’nā swāmī,
Māthe giradhar rahyo chhe gājī re. Vahālo0

Divya Publication. (2020). કિર્તન સાગર

Valo Mare Prem Ne Vash Thaya Raji. (2018, August 11). YouTube