વનમાં બોલે ઝીણા મોર - Vanamān Bole Zīṇā Mora - Lyrics

વનમાં બોલે ઝીણા મોર

વનમાં બોલે ઝીણા મોર, કોયલ રાણી કિલોળ કરે રે લોલ!
ઝીણા ઝરમર વરસે મેહ, વાદલડી વાયે વળે રે લોલ!

બેની મારો ઉતારાનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ!
આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ!

બેની મારો દાતણનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ!
આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ!

બેની મારો નાવણનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ!
આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ!

બેની મારો ભોજનનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ!
આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ!

બેની મારો પોઢણનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ!
આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ!


Vanamān Bole Zīṇā Mora

Vanamān bole zīṇā mora, koyal rāṇī kiloḷ kare re lola! Zīṇā zaramar varase meha, vādalaḍī vāye vaḷe re lola!

Benī māro utārāno karanāro jādavaro kyāre āve re lola! Āvashe sātam ne somavāre, āṭhamanī madharāte re lola!

Benī māro dātaṇano karanāro jādavaro kyāre āve re lola! Āvashe sātam ne somavāre, āṭhamanī madharāte re lola!

Benī māro nāvaṇano karanāro jādavaro kyāre āve re lola! Āvashe sātam ne somavāre, āṭhamanī madharāte re lola!

Benī māro bhojanano karanāro jādavaro kyāre āve re lola! Āvashe sātam ne somavāre, āṭhamanī madharāte re lola!

Benī māro poḍhaṇano karanāro jādavaro kyāre āve re lola! Āvashe sātam ne somavāre, āṭhamanī madharāte re lola!

Source: Mavjibhai