વર્ષાએ કરી કમાલ - Varshae Kari Kamala - Gujarati

વર્ષાએ કરી કમાલ

આજ ભીંજાવું શું છે જાણ્યું,
વર્ષાએ કરી કમાલ.
મારે આંગણ સાગર વરસે,
લઈને નદીઓનું વ્હાલ.

સોળ વરસની વર્ષા નાચે
પહેરી મસ્ત પવનના ઝાંઝર
ઉમંગોની લચકાતી કમર પર
પીડાની છલકે ગાગર
વાત ચડી વંટોળે હું થઈ ગઈ માલામાલ
જડ્યું અચાનક ગોપિત ઝરણું
વર્ષાએ કરી કમાલ.

આભ અરીસે મીટ જો માંડી,
કાયા થઈ ગઈ કંકુવરણી.
ફોરાં અડતાં મહેક્યા સંદેશ,
ગોકુળ બનતી મનની વરણી.
ભીતર કનડે ભીના રાગો,
સાતે સૂરો કરે ધમાલ,
ગમ્યું અચાનક ખુદને મળવું
વર્ષાએ કરી કમાલ.


वर्षाए करी कमाल

आज भींजावुं शुं छे जाण्युं,
वर्षाए करी कमाल.
मारे आंगण सागर वरसे,
लईने नदीओनुं व्हाल.

सोळ वरसनी वर्षा नाचे
पहेरी मस्त पवनना झांझर
उमंगोनी लचकाती कमर पर
पीडानी छलके गागर
वात चडी वंटोळे हुं थई गई मालामाल
जड्युं अचानक गोपित झरणुं
वर्षाए करी कमाल.

आभ अरीसे मीट जो मांडी,
काया थई गई कंकुवरणी.
फोरां अडतां महेक्या संदेश,
गोकुळ बनती मननी वरणी.
भीतर कनडे भीना रागो,
साते सूरो करे धमाल,
गम्युं अचानक खुदने मळवुं
वर्षाए करी कमाल.


Varshae Kari Kamala

Aj bhinjavun shun chhe janyun,
Varshae kari kamala. Mare angan sagar varase,
Laine nadionun vhala.

Sol varasani varsha nache
Paheri masta pavanana zanzara
Umangoni lachakati kamar para
Pidani chhalake gagara
Vat chadi vantole hun thai gai malamala
Jadyun achanak gopit zaranun
Varshae kari kamala.

Abh arise mit jo mandi,
Kaya thai gai kankuvarani. Foran adatan mahekya sandesha,
Gokul banati manani varani. Bhitar kanade bhina rago,
Sate suro kare dhamala,
Gamyun achanak khudane malavun
Varshae kari kamala.


Varṣhāe karī kamāla

Āj bhīnjāvun shun chhe jāṇyun,
Varṣhāe karī kamāla. Māre āngaṇ sāgar varase,
Laīne nadīonun vhāla.

Soḷ varasanī varṣhā nāche
Paherī masta pavananā zānzara
Umangonī lachakātī kamar para
Pīḍānī chhalake gāgara
Vāt chaḍī vanṭoḷe hun thaī gaī mālāmāla
Jaḍyun achānak gopit zaraṇun
Varṣhāe karī kamāla.

Ābh arīse mīṭ jo mānḍī,
Kāyā thaī gaī kankuvaraṇī. Forān aḍatān mahekyā sandesha,
Gokuḷ banatī mananī varaṇī. Bhītar kanaḍe bhīnā rāgo,
Sāte sūro kare dhamāla,
Gamyun achānak khudane maḷavun
Varṣhāe karī kamāla.


Source : નીલેશ રાણા