વસન્તે! વસન્તે! - Vasante! Vasante! - Lyrics

વસન્તે! વસન્તે!

વીણા નીરવ જગાડી આ કોણે?
કોણે આજે નૂતન છન્દે
ભર્યું જીવન આ આનંદે?
વસન્તે! વસન્તે!
પવન વહે આતુર ગાને
જાગે તૃષ્ણા પ્રાણે પ્રાણે
કળી જાગે નૂતન રંગે
ભરી જીવન જો આનંદે!
વસન્તે! વસન્તે!

      આવી આતુર ગાને હૃદયદ્વારે
      આજે આવી સકલ મર્મે મારે
      માગ્યું મારું  હૃદય  ધન  રે
      કોણે  આજે  કુસુમ  શ્વાસે?

      કોણ બોલાવે દિગ દિગન્તે
      ભરી જીવન  નૂતન છન્દે?
                    વસન્તે! વસન્તે!

      વીણા નીરવ  જગાડી  આ કોણે?
      કોણે  આજે નૂતન છન્દે
      ભર્યું જીવન આ આનંદે?
                    વસન્તે! વસન્તે!

   -સ્નેહરશ્મિ

Vasante! Vasante!

Vin nirav jagadi a kone?
kone aje nutan chhande
bharyun jivan a anande?
vasante! Vasante!
pavan vahe atur gane
jage trushna prane prane
kali jage nutan range
bhari jivan jo anande!
vasante! Vasante!

      avi atur gane hrudayadvare
      aje avi sakal marme mare
      magyun marun  hrudaya  dhan  re
      kone  aje  kusum  shvase?

      kon bolave dig digante
      bhari jivan  nutan chhande?
                    vasante! Vasante!

      vin nirav  jagadi  a kone?
      kone  aje nutan chhande
      bharyun jivan a anande?
                    vasante! Vasante!

   -sneharashmi

Source: Mavjibhai