વાત માં ડૂબી ગયા છે માણસો - Vat Ma Dubi Gaya Chhe Manaso - Lyrics

વાત માં ડૂબી ગયા છે માણસો

વાતમાં ડૂબી ગયા છે માણસો,
કામમાં બહુ કામમાં છે માણસો.
એ મળે તો આમ, નહિ તો ના મળે,
ફોનના નંબર સમા છે માણસો.
એક જે કહેવાય એવા એક મા,
એટલા જોવા મળ્યા છે માણસો.
ફૂલ કાગળના થયા તો શું થયું,
માણસો યે ક્યાં રહ્યા છે માણસો.
ભીંત તો સારી હતી કહેવું પડ્યું,
ભીંતથી આગળ વધ્યા છે માણસો.
ઘર, ગલી, શેરી, જતા જોઈ રહી,
કોઈને લઈ નીકળ્યા છે માણસો.
– કૈલાસ પંડિત


Vat Ma Dubi Gaya Chhe Manaso

Vātamān ḍūbī gayā chhe māṇaso,
Kāmamān bahu kāmamān chhe māṇaso. E maḷe to āma, nahi to nā maḷe,
Fonanā nanbar samā chhe māṇaso. Ek je kahevāya evā ek mā,
Eṭalā jovā maḷyā chhe māṇaso. Fūl kāgaḷanā thayā to shun thayun,
Māṇaso ye kyān rahyā chhe māṇaso. Bhīnta to sārī hatī kahevun paḍyun,
Bhīntathī āgaḷ vadhyā chhe māṇaso. Ghara, galī, sherī, jatā joī rahī,
Koīne laī nīkaḷyā chhe māṇaso.
– Kailās Panḍita