વિધિએ લખેલી વાત - Vidhie Lakheli Vata - Gujarati

વિધિએ લખેલી વાત

વિધિએ લખેલી વાત કોઈએ ન જાણી
કુમળી કળીએ ઝેર પીધા જાણી જાણી

ધ્રૂસકેએ રુએ બાપુ, રોતી રે માવલડી
લોચનિયા થઈ ગયા રાતાં
સખીઓના નેણલે વરસે રે શ્રાવણ
વાયરાં વિજોગના વાતાં
કોઈના રે દિલમાં પ્રગટે રે હોળી
ને કોઈને ઊજાણી
કુમળી કળીએ ઝેર પીધા જાણી જાણી

દીકરી ને ગાય બેઉ દોરે ત્યાં જાય
આવી વસમી વિદાયની વેળા
ચંદા શા રૂપને લૂંટી જાયે રૂપિયા
ચાલી રે મહિયરની મેના
બાપુની લાડલી, માની લડકણી
આજ પીંજરે પુરાણી
કુમળી કળીએ ઝેર પીધા જાણી જાણી

દાદાને આંગણે ઊગ્યો રે આંબલિયો
આંબલે ઝૂલતી કોયલડી
પિયરના માળાને સૂના રે મેલી
સાસરથી પ્રીતડી જોડી
કોઈના રે મનડાનું મોતીડું ઝૂંટવાણું
ને આશા લૂંટાણી
કુમળી કળીએ ઝેર પીધા જાણી જાણી


विधिए लखेली वात

विधिए लखेली वात कोईए न जाणी
कुमळी कळीए झेर पीधा जाणी जाणी

ध्रूसकेए रुए बापु, रोती रे मावलडी
लोचनिया थई गया रातां
सखीओना नेणले वरसे रे श्रावण
वायरां विजोगना वातां
कोईना रे दिलमां प्रगटे रे होळी
ने कोईने ऊजाणी
कुमळी कळीए झेर पीधा जाणी जाणी

दीकरी ने गाय बेउ दोरे त्यां जाय
आवी वसमी विदायनी वेळा
चंदा शा रूपने लूंटी जाये रूपिया
चाली रे महियरनी मेना
बापुनी लाडली, मानी लडकणी
आज पींजरे पुराणी
कुमळी कळीए झेर पीधा जाणी जाणी

दादाने आंगणे ऊग्यो रे आंबलियो
आंबले झूलती कोयलडी
पियरना माळाने सूना रे मेली
सासरथी प्रीतडी जोडी
कोईना रे मनडानुं मोतीडुं झूंटवाणुं
ने आशा लूंटाणी
कुमळी कळीए झेर पीधा जाणी जाणी


Vidhie Lakheli Vata

Vidhie lakheli vat koie n jani
Kumali kalie zer pidha jani jani

Dhrusakee rue bapu, roti re mavaladi
Lochaniya thai gaya ratan
Sakhiona nenale varase re shravana
Vayaran vijogana vatan
Koina re dilaman pragate re holi
Ne koine ujani
Kumali kalie zer pidha jani jani

Dikari ne gaya beu dore tyan jaya
Avi vasami vidayani vela
Chanda sha rupane lunti jaye rupiya
Chali re mahiyarani mena
Bapuni ladali, mani ladakani
Aj pinjare purani
Kumali kalie zer pidha jani jani

Dadane angane ugyo re anbaliyo
Anbale zulati koyaladi
Piyarana malane suna re meli
Sasarathi pritadi jodi
Koina re manadanun motidun zuntavanun
Ne asha luntani
Kumali kalie zer pidha jani jani


Vidhie lakhelī vāta

Vidhie lakhelī vāt koīe n jāṇī
Kumaḷī kaḷīe zer pīdhā jāṇī jāṇī

Dhrūsakee rue bāpu, rotī re māvalaḍī
Lochaniyā thaī gayā rātān
Sakhīonā neṇale varase re shrāvaṇa
Vāyarān vijoganā vātān
Koīnā re dilamān pragaṭe re hoḷī
Ne koīne ūjāṇī
Kumaḷī kaḷīe zer pīdhā jāṇī jāṇī

Dīkarī ne gāya beu dore tyān jāya
Āvī vasamī vidāyanī veḷā
Chandā shā rūpane lūnṭī jāye rūpiyā
Chālī re mahiyaranī menā
Bāpunī lāḍalī, mānī laḍakaṇī
Āj pīnjare purāṇī
Kumaḷī kaḷīe zer pīdhā jāṇī jāṇī

Dādāne āngaṇe ūgyo re ānbaliyo
Ānbale zūlatī koyalaḍī
Piyaranā māḷāne sūnā re melī
Sāsarathī prītaḍī joḍī
Koīnā re manaḍānun motīḍun zūnṭavāṇun
Ne āshā lūnṭāṇī
Kumaḷī kaḷīe zer pīdhā jāṇī jāṇī


Source : સ્વરઃ મહમદ રફી
ગીતઃ પિનાકીન શાહ
સંગીત: સુરેશ કુમાર
ચિત્રપટઃ વિધિના લેખ (૧૯૬૯)