યાચક કન્યા - Yachak Kanya - Lyrics

યાચક કન્યા

હરિણી
હૃદય ઉપરે તે કન્યાએ સુબાહુ મૂક્યા હતા,
દીસતી જ હતી બાળા એ તો અવર્ણ્ય મનોહરા;
લલિત ચરણે ધાર્યાં નહોતાં વિભૂષણ શોભિતાં,
નૃપ સમીપ તે આવી ઊભી દરિદ્રની કન્યકા.
મંદાક્રાંતા
ધીમી ચાલે, મુકુટ ધરીને, રાજ્ય સિંહાસનેથી,
આવ્યો લેવા નૃપ ઉતરીને માનથી સુન્દરીને;
જોતાં સર્વે અમીર વદિયા આ ન આશ્ચર્યકારી,
બાળા ચારુ કુસુમ સરખી તે થકી માન પામે.
હરિગીત
શ્યામ વાદળીઓની વચ્ચે ચન્દ્ર જેમ દીપી રહે,
શોભંતિ તેવી બાલિકા યાચક તણાં વસ્ત્રો વિષે;
એકે વખાણ્યાં ચક્ષુ તેનાં, કોઈકે ઘૂંટિકા વળી,
ને શ્યામ કેશ વખાણિયા તો કોઈએ વદનાકૃતિ.
શિખરીણી
કંઈ એવું નહોતું મધુર મુખડું દીઠું કદીએ,
બધી તે ભૂમિમાં નહિ સ્વરુપમાં દિવ્ય સમ તે;
વદ્યો રાજા તેથી શપથ દૃઢ નિશ્ચિત લઈને,
થશે રાજ્ઞી મારી નકી જ પ્રિય બાળા ગરીબ તે.
(ડિસેમ્બર ૫, ૧૯૦૭)

-સુમતિ લલ્લુભાઈ શામળદાસ
(૧૮૯૦-૧૯૧૧)


Yachak Kanya

Harini
Hrudaya upare te kanyae subahu mukya hata,
Disati j hati bal e to avarnya manohara;
Lalit charane dharyan nahotan vibhushan shobhitan,
Nrup samip te avi ubhi daridrani kanyaka. Mandakranta
Dhimi chale, mukut dharine, rajya sinhasanethi,
Avyo lev nrup utarine manathi sundarine;
Jotan sarve amir vadiya a n ashcharyakari,
Bal charu kusum sarakhi te thaki man pame. Harigita
Shyam vadalioni vachche chandra jem dipi rahe,
Shobhanti tevi balik yachak tanan vastro vishe;
Eke vakhanyan chakshu tenan, koike ghuntik vali,
Ne shyam kesh vakhaniya to koie vadanakruti. Shikharini
Kani evun nahotun madhur mukhadun dithun kadie,
Badhi te bhumiman nahi swarupaman divya sam te;
Vadyo raj tethi shapath drudh nishchit laine,
Thashe rajnyi mari naki j priya bal garib te.
(disembar 5, 1907)

-Sumati Lallubhai Shamaladasa
(1890-1911)