યાદનાં ફોરાં પડે વરસાદમાં - Yadanan Foran Pade Varasadaman - Gujarati

યાદનાં ફોરાં પડે વરસાદમાં

સાવ એકલતા અડે વરસાદમાં, યાદનાં ફોરાં પડે વરસાદમાં
યાદ છે તરબોળ ભીંજાયા હતાં બાગના એ બાંકડે વરસાદમાં

બાળપણમાં કેટલા મોતી ગણ્યાં થોકડે ને થોકડે વરસાદમાં
મહેંકતી માટી સમો મહેંકી ઊઠે રોટલો પણ તાવડે વરસાદમાં

ચાંચમાં ટહૂકી લઈ ઝૂમે વિહંગ, નીડ એને ક્યાં જડે વરસાદમાં
ઘર વિચારે, કોણ આ ગાતું હશે? છાપરે નેવાં દડે વરસાદમાં


यादनां फोरां पडे वरसादमां

साव एकलता अडे वरसादमां, यादनां फोरां पडे वरसादमां
याद छे तरबोळ भींजाया हतां बागना ए बांकडे वरसादमां

बाळपणमां केटला मोती गण्यां थोकडे ने थोकडे वरसादमां
महेंकती माटी समो महेंकी ऊठे रोटलो पण तावडे वरसादमां

चांचमां टहूकी लई झूमे विहंग, नीड एने क्यां जडे वरसादमां
घर विचारे, कोण आ गातुं हशे? छापरे नेवां दडे वरसादमां


Yadanan Foran Pade Varasadaman

Sav ekalata ade varasadaman, yadanan foran pade varasadaman
Yad chhe tarabol bhinjaya hatan bagana e bankade varasadaman

Balapanaman ketala moti ganyan thokade ne thokade varasadaman
Mahenkati mati samo mahenki uthe rotalo pan tavade varasadaman

Chanchaman tahuki lai zume vihanga, nid ene kyan jade varasadaman
Ghar vichare, kon a gatun hashe? chhapare nevan dade varasadaman


Yādanān forān paḍe varasādamān

Sāv ekalatā aḍe varasādamān, yādanān forān paḍe varasādamān
Yād chhe taraboḷ bhīnjāyā hatān bāganā e bānkaḍe varasādamān

Bāḷapaṇamān keṭalā motī gaṇyān thokaḍe ne thokaḍe varasādamān
Mahenkatī māṭī samo mahenkī ūṭhe roṭalo paṇ tāvaḍe varasādamān

Chānchamān ṭahūkī laī zūme vihanga, nīḍ ene kyān jaḍe varasādamān
Ghar vichāre, koṇ ā gātun hashe? chhāpare nevān daḍe varasādamān


Source : યામિની ગૌરાંગ વ્યાસ