ઝાડ સામે દોટ મેલીને હવા પાછી પડી - Zad Same Dot Meline Hava Pachhi Padi - Lyrics

ઝાડ સામે દોટ મેલીને હવા પાછી પડી

ઝાડ સામે દોટ મેલીને હવા પાછી પડી,
એને ઝંઝાવાત બનવાની ઉમર કાચી પડી.
ઝાંઝવા ધારીને તરવૈયા ઘણા ડૂબી ગયા,
રણ વિષેની ધારણા હમેશ ક્યાં સાચી પડી?
જિન્દગી! સીધા ચઢાણ તારી સાથે હું રહ્યો,
મારે સાથે તું ઊતરતા ઢાળમાં થાકી પડી.
સાવ ઓચિંતુ સભા છોડી કોઈ ચાલ્યું ગયું,
કોઈ ના પૂરી શકે, એવી જગા ખાલી પડી.
છેવટે એક ચપટી અજવાળુંય ના પામી શક્યો,
ક્યાંકથી આવીને દીવાને હવા બાઝી પડી
– ખલીલ ધનતેજવી


Zad Same Dot Meline Hava Pachhi Padi

Zāḍ sāme doṭ melīne havā pāchhī paḍī,
Ene zanzāvāt banavānī umar kāchī paḍī. Zānzavā dhārīne taravaiyā ghaṇā ḍūbī gayā,
Raṇ viṣhenī dhāraṇā hamesh kyān sāchī paḍī? Jindagī! Sīdhā chaḍhāṇ tārī sāthe hun rahyo,
Māre sāthe tun ūtaratā ḍhāḷamān thākī paḍī. Sāv ochintu sabhā chhoḍī koī chālyun gayun,
Koī nā pūrī shake, evī jagā khālī paḍī. Chhevaṭe ek chapaṭī ajavāḷunya nā pāmī shakyo,
Kyānkathī āvīne dīvāne havā bāzī paḍī
– Khalīl Dhanatejavī